માછલીનાં શોખીન લાલુ અચાનક શાકાહારી થયા, જાણો કારણ...

અગાઉ પણ ભગવાન શિવે લાલુનાં સ્વપ્નમાં આવીને તેને માંસાહાર નહી કરવા માટેની સલાહ આપી હતી

Updated By: Dec 9, 2017, 05:39 PM IST
માછલીનાં શોખીન લાલુ અચાનક શાકાહારી થયા, જાણો કારણ...

પટના : રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નાં અધ્યક્ષ અને બિહારની રાજનીતિમાં મહત્વનું સ્થાન ધરાવનારા લાલુ પ્રસાદ યાદવનાં પસંદગીનાં ભોજનમા સોન નદીની માછલીનું સ્થાન અનોખું હતું. જો કે છેલ્લા 15 દિવસથી અચાનક લાલુ યાદવ સંપુર્ણ શાકાહારી થઇ ગયા છે. રાજદ અધ્યક્ષનાં નજીકનાં એક સુત્રનો દાવો છે કે લાલુ જ્યોતીષીય સલાહ બાદ શાકાહારી થઇ ચુક્યા છે. તેમણે માંસાહારનો ત્યાગ કરી દીધો છે. લાલુ ન માત્ર શાકાહારી ભોજન કરી રહ્યા છે પરંતુ જ્યોતિષીય સલાહ બાદ કેટલાક અન્ય ઉપાયો પણ કરી રહ્યા છે.

નેતાનો દાવો છે કે, લાલુએ છેલ્લા 15 દિવસોથી માંસ - માછલી ખાવાનું બંધ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજદ પ્રવક્તા અને જ્યોતિષી શંકર ચરણ ત્રિપાઠીએ લાલુને આવું વર્તવા માટે સલાહ આપી છે. રાજદનાં એક નેતાએ નામ નહી છાપવાની શરતે જણાવ્યું કે, ત્રિપાઠીએ અધ્યક્ષ લાલુ યાદવને સલાહ આપી છે કે તેઓ માંસ છોડે તો જ તાત્કાલીક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. બાબાએ લાલુ યાદવને કહ્યું કે, ભગવાન શિવની સમક્ષ લેવાયેલી શપથનો ભંગ કરવો યોગ્ય નથી, માટે તેમણે તત્કાલ માંસાહાર છોડવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે, લાલુ થોડા વર્ષો પહેલા પણ માંસાહાર છોડી ચુક્યા હતા, પરંતુ ફરીથી તેમણે માછલી અને ઇંડા ખાવાનું ચાલુ કરી દીધું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે, ભગવાન શિવે તેમને સ્વપ્નમાં આવીને માંસાહાર નહી કરવાની સલાહ આપી હતી. લાલુનાં નજીકનાં લોકોનું કહેવું છે કે લાલુ માછલી જ્યારે પણ ખાય છે ત્યારે તેઓ પોતે જ તેને રાંધવાનું પસંદ કરે છે. તેઓ અન્ય કોઇનાં હાથની માછલી પસંદ નથી કરતા.