ગુજરાતી ન્યૂઝIndiaરાજ્યસભામાં જતા પહેલા નીતિશ કુમારે ભાજપ સામે મુકી આ મોટી શરત, આ પદ પર ઠોક્યો દાવો!

રાજ્યસભામાં જતા પહેલા નીતિશ કુમારે ભાજપ સામે મુકી આ મોટી શરત, આ પદ પર ઠોક્યો દાવો!

Nitish Kumar: બિહારના રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમારે જેડીયુ માટે ગૃહ મંત્રાલયની માંગણી કરી છે. બિહારમાં NDA સરકાર દરમિયાન ગૃહ મંત્રાલય નીતિશ કુમાર પાસે હતું, પરંતુ હાલની ચૂંટણીઓ પછી ગૃહ મંત્રાલય ભાજપને આપવામાં આવ્યું. જ્યારબાદ જેડીયુએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

રાજ્યસભામાં જતા પહેલા નીતિશ કુમારે ભાજપ સામે મુકી આ મોટી શરત, આ પદ પર ઠોક્યો દાવો!

Nitish Kumar: નીતિશ કુમારના રાજ્યસભા ઉમેદવારી પત્રના અહેવાલો વચ્ચે બિહારના રાજકીય વર્તુળોમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહાર ગૃહ વિભાગ પાછો મેળવ્યો છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર કે, નીતિશ કુમારે JDU માટે એક મોટો દાવો કરતા ગૃહ મંત્રાલયની માંગણી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, JDUએ ભાજપને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યના કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર ગૃહ વિભાગ તેમને પરત કરવું જોઈએ.

છેલ્લા 20 વર્ષથી બિહારમાં NDA સરકાર દરમિયાન ગૃહ મંત્રાલય સામાન્ય રીતે નીતિશ કુમાર પાસે રહ્યું છે. જો કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ગૃહ મંત્રાલય પોર્ટફોલિયો ફાળવણીમાં ભાજપને ગયું, જેના કારણે JDUમાં અસંતોષની ચર્ચા ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી રાજકીય સમીકરણ અને સંગઠનાત્મક ફેરફારો વચ્ચે JDUએ હવે ફરીથી ગૃહ મંત્રાલય પાછું મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સૂત્રો અનુસાર, નીતિશ કુમારે ભાજપ સમક્ષ પોતાની માંગણી વ્યક્ત કરી છે. એવું માનવામાં આવે છે કે, NDAની અંદર આ મુદ્દા પર ચર્ચા ટૂંક જ સમયમાં થઈ શકે છે.

Add Zee News as a Preferred Source

બિહારમાં બદલાવાની છે સરકારની ફોર્મ્યુલા!
નોંધનીય છે કે, બિહારમાં NDA સરકારની વર્તમાન રચનામાં હાલમાં JDUના મુખ્યમંત્રી અને BJPના બે નાયબ મુખ્યમંત્રીઓ સામેલ છે. પરંતુ નીતિશ કુમાર રાજ્યસભામાં ચાલ્યા જાય છે, તો આ સત્તા સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં ભાજપના મુખ્યમંત્રી અને JDUના બે નાયબ મુખ્યમંત્રી વાળું એક નવું ફોર્મ્યુલા સામે આવી શકે છે. જો આવું થાય છે, તો તે બિહારના રાજકારણમાં એક મોટો ફેરફાર માનવામાં આવશે. છેલ્લા ઘણા વર્ષોથી બિહારમાં JDUના નેતૃત્વવાળી સરકાર સત્તામાં છે, પરંતુ હવે BJPના નેતૃત્વવાળી સરકારની શક્યતા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

હાલમાં સમ્રાટ ચૌધરી પાસે છે ગૃહ વિભાગ
જો મુખ્યમંત્રી પદ ખાલી થાય છે, તો સમ્રાટ ચૌધરી સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ બિહાર વિધાનસભામાં ભાજપની સંખ્યાત્મક તાકાત છે. ભાજપ પાસે લગભગ 89 ધારાસભ્યો છે, જેનાથી ભાજપ NDAમાં સૌથી મોટો પક્ષ છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ પર ભાજપનો દાવો સ્વાભાવિક માનવામાં આવે છે. સમ્રાટ ચૌધરી હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે અને ગૃહ વિભાગની જવાબદારી પણ તેમની પાસે જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news