બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીનો કમાલ, સ્ટ્રાઇક રેટના મામલામાં શાનદાર પ્રદર્શન

Bihar Vidhan Sabha Chunav Results:બિહાર ચૂંટણીમાં NDA પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે. NDAના સભ્ય ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 માંથી 22 બેઠકો પર આગળ છે. ચિરાગ પાસવાન તેમના સ્ટ્રાઇક રેટ માટે જાણીતા છે, કારણ કે LJP(R) એ 2019 ની લોકસભા ચૂંટણીમાં બધી છ બેઠકો જીતી હતી, અને 100% સ્ટ્રાઇક રેટ હાંસલ કર્યો હતો.
 

બિહાર ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીનો કમાલ, સ્ટ્રાઇક રેટના મામલામાં શાનદાર પ્રદર્શન

પટનાઃ બિહાર વિધાનસભાની 243 સીટો પર મત ગણતરી ચાલી રહી છે. NDA 189 અને મહાગઠબંધન 50 સીટો પર ટ્રેન્ડ પ્રમાણે આગળ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના અધ્યક્ષ ચિરાગ પાસવાને ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે પાછલા લોકસભા ચૂંટણીમાં તેની પાર્ટીની સ્ટ્રાઇક રેટ 100% રહી ચે. એટલે કે પાર્ટીએ 6 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને બધાએ જીત મેળવી હતી. લોજપાએ ઝામુઈ, હાજીપુર, વૈશાલી, નવાદા, ખગડિયા અને સમસ્તીપુર લોકસભા સીટો જીતી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ
આ વખતે પણ ચિરાગે દાવો કર્યો હતો કે એવું જ પરિણામ જોવા મળશે. આ વિધાનસભા ચૂંટણીમાં LJP(R) એ 29 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. હાલ પાર્ટી 22 સીટો પર આગળ ચાલી રહી છે. જો આ ઉમેદવાર ચૂંટણી જીતે છે તો તેની પાર્ટીની સ્ટ્રાઇક રેટ 75 ટકા રહેવાની છે.

Add Zee News as a Preferred Source

LJP (R) ના ઉમેદવાર કેટલા મતથી આગળ
બલરામપુરથી સંગીતા દેવી 11168 મતથી આગળ ચાલી રહ્યાં છે.
સુગૌલીથી રાજેશ કુમાર ઉર્ફે બબલુ ગુપ્તા 9663 મતથી આગળ ચાલી રહ્યાં છે.

લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ મઢૌરા વિધાનસભા સીટથી ભોજપુરી અભિનેત્રી સીમા સિંહને ટિકિટ આપી હતી, પરંતુ તેની ઉમેદવારી રદ્દ થઈ ગઈ હતી. ત્યારબાદ પાર્ટીએ અપક્ષ ઉમેદવાર અંકિત કુમારનું સમર્થન કર્યું હતું.

પાછલી ચૂંટણીમાં 0 પર હતી ચિરાગની પાર્ટી
2020ની વિધાનસભા ચૂંટણી ચિરાગની પાર્ટીએ NDA ગઠબંધનથી અલગ થઈને લડી હતી. તેનાથી પાર્ટીને નુકસાન થયું હતું. લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ 2020મા 135 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. પાર્ટીને 5.68 ટકા એટલે કે 23.83 લાખ મત મળ્યા હતા, પરંતુ જીત માત્ર એક સીટ પર મળી હતી. આ બેગૂસરાયની મટિહાની વિધાનસભા સીટ હતી.

NDA અને મહાગઠબંધનમાં કેટલી પાર્ટીઓ
આ વખતે, બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA ગઠબંધનમાં પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ અને JDU બંનેએ 101-101 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) છ-છ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

બીજીતરફ મહાગઠબંધનમાં સામેલ RJD 143, કોંગ્રેસ 61,  CPI(ML) 20, VIP 13, CMI (M) 4 અને CPI 9 સીટો પર ચૂંટણી લડી રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news