નવી દિલ્હીઃ Bird Flu News: એવિયન ઇન્ફ્લૂએન્જાથી દેશમાં પ્રથમ મોતની પુષ્ટિ વચ્ચે  AIIMS પ્રમુખ રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, એચ5એન1 વાયરસનું માનવથી માનવમાં સંક્રમણ ખુબ દુર્લભ છે અને ડરવાની જરૂર નથી.  AIIMS ના ડાયરેક્ટરે કહ્યું કે, તેના સંપર્કમાં આવતા બચવુ જોઈએ અને વાયરસને કારણે જ્યાં બાળકનું મોત થયું તે વિસ્તારમાંથી સેમ્પલ લેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિયાણાના 12 વર્ષીય છોકરાનું એચ5એન1 વાયરસના સંક્રમણથી હાલમા દિલ્હી એમ્સમાં મોત થયું છે. ગુલેરિયાએ કહ્યુ- પક્ષિઓથી માનવોમાં વાયરસનું સંક્રમણ ખુબ દુર્લભ છે અને એચ5એન1 નું માનવથી માનવમાં સંક્રમણનો મામલો અત્યાર સુધી સાબિત થયો નથી. તેથી ડરવાની જરૂર નથી. સાથે ડો. ગુલેરિયાએ કહ્યુ- પરંતુ પોલ્ટ્રી નજીક કામ કરનાર લોકોએ ચોક્કસપણે સાવચેતી રાખવી જોઈએ અને સાફ-સફાઈ રાખવી જોઈએ.


AIIMS માં મેડિસીન વિભાગમાં એસોસિએટ પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલે કહ્યુ કે, એવિયન ઇન્ફ્લૂએન્જા મુક્ય રૂપથી પક્ષીઓની બીમારી છે અને માનવથી માનવ વચ્ચે સંક્રમણનું અત્યાર સુધી પ્રમાણ મળ્યું નથી. તેમણે કહ્યું- પરંતુ સંક્રમણથી પ્રભાવિત કેટલાક છુટક વિસ્તારની જાણકારી મળી છે. આ ક્ષેત્રોમાં દુર્લભ સ્થિતિમાં સંક્રમણનો પ્રસાર થઈ શકે છે. પરંતુ માનવથી માનવ વચ્ચે સંક્રમણનું કોઈ પ્રમાણ મળ્યું નથી. 


આ પણ વાંચોઃ DRDO એ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, વાયુ સેનાની તાકાતમાં થશે વધારો  


ડો. નિશ્ચલે કહ્યુ- સીરો સર્વેક્ષણમાં લક્ષણો વગરના ઘણા કેસના કોઈ પ્રમાણ મળ્યા નથી અને સારવાર દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓમાં સંક્રમણ ફેલાવાના કોઈ પૂરાવા નથી. તેમણે કહ્યું- જો કોઈ સારી રીતે પકાવીને પોલ્ટ્રી પ્રોડક્ટ ખાઈ રહ્યાં છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અત્યાર સુધી તે વાતનો પૂરાવો નથી કે આ પાલેકા ભોજનથી લોકોમાં ફેલાય છે. ભોજનને ઉચ્ચ તાપમાન પર પકાવવાથી વાયરસ નષ્ટ થઈ જાય છે. સંક્રમિત ખાસ કરીને બિમાર મરઘા-મરઘીના સંપર્કમાં આવવાથી બચવુ જોઈએ. 


ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે ચિકનમાં એચ 5 એન 1 એવિયન ફ્લૂ ફ્લુએન્ફ્લુએન્ઝાના કેસ હતા, ત્યારે ચેપનો ફેલાવો અટકાવવા તે વિસ્તારોમાં મરઘાંને મારી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એચ5એન1 વાયરસનો ફેલાવો મુખ્યત્વે સ્થળાંતર પક્ષીઓ દ્વારા મરઘાંમાં થાય છે. ગુલેરિયાએ કહ્યું કે જે લોકો મરઘાંના નજીકના સંપર્કમાં કામ કરે છે તેમને ચેપનું પ્રમાણ વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube