નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની મતદાનની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના ભાષણમાં પણ નવા નવા રંગ જોવા મળી રહ્યાં છે. યુપીની બદાયુ બેઠકના ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ એક ચૂંટણી સભાને કરેલા સંબોધનમાં જે કહ્યું તેને સાંભળીને બધા છક થઈ ગયાં. યુપીની યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યએ બુધવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે દેશના ગરીબો પણ કહે છે કે કોંગ્રેસને હટાવો, ગરીબી આપોઆપ હટી જશે: પીએમ મોદી


આ દરમિયાન સંઘમિત્રા મૌર્યએ કહ્યું કે "તમે મને આશીર્વાદ આપો. અન્ય લોકોના આશીર્વાદ પણ તમારી આ પુત્રીને અપાવો. આ દરમિયાન જો તમારી વચ્ચે કોઈ દાદાગીરી કરવા આવે, ગુંડાગીરી કરવા આવે તો તમે તેમનાથી ડરતા નહીં. જો કોઈએ તમારા સન્માન, સ્વાભિમાન સાથે રમત રમી તો સંઘમિત્રા મૌર્ય તેનાથી પણ મોટી ગુંડી બની જશે." 


સપા-આરએલડી-બસપાને PM મોદીએ ગણાવ્યાં 'શરાબ', કહ્યું- સ્વાસ્થ્ય માટે હાનિકારક


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...