મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના દેવેન્દ્ર ફડણવીસે લીધી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ, રાતોરાત પલટાઈ બાજી 


શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથીદાર શિવસેનાએ એ જનાદેશ નકારીને અન્ય રીતે ગઠબંધનનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર છે. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર દેવાનો નિર્ણય કરવા બદલ અજિત પવારને ધન્યવાદ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube