વેદાંતીનું વિવાદિત નિવેદન, કહ્યું વધારે બાળકો પેદા કરશો તો આતંકી જ બનશે

વિજયાદશમી પર શ્રીરામ યાત્રામાં સામેલ થવા ઇટાવા આવેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, એક ધર્મ વિશેષના લોકોની આબાદી વધતી જઇ રહી છે

વેદાંતીનું વિવાદિત નિવેદન, કહ્યું વધારે બાળકો પેદા કરશો તો આતંકી જ બનશે

ઇટાવા: ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ વિવાદીત નિવેદન આપાત કહ્યું છે કે, કટ્ટર ઇસ્લામિક લોકો વધારે બાળકો પેદા કરી રહ્યાં છે. તે તેનાથી આતંકવાદી જ બનશે. વિજયાદશમી પર શ્રીરામ યાત્રામાં સામેલ થવા ઇટાવા આવેલા ભાજપના પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, એક ધર્મ વિશેષના લોકોની આબાદી વધતી જઇ રહી છે. કટ્ટર ઇસ્લામિક લોકો વધારે બાળકો પેદા કરી રહ્યાં ચે. તો તેનાથી આતંકવાદીઓમાં વધારો થશે. વેદાંતીએ કહ્યું કે, આ પ્રકારે ચાલતું રહ્યું તો આપણે જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવીશું. વેદાંતી ત્યાં ના રોકાતા વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે સપા, બસપા અને કોંગ્રેસની આતંકીઓની સાથે સાંઠગાંઠ છે.

વિજયાદશમી પર શ્રી રામ યાત્રાના કાર્યક્રમમાં આયોજિક સભામાં પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીએ કહ્યું કે, દેશમાં વર્ગ વિશેષની જનસંખ્યા વધતી જઇ રહી છે. જેના પરિણામ છે કે દેશની અંદર જ કેટલાક એવા કટ્ટરવાદી ઇસ્લામિક લોકો છે, જે એક લગ્ન નહીં ચાર લગ્ન કરી રહ્યાં છે. ચાર લગ્ન બાદ તલાક આપે છે. તલાક આપી આવા લોકો છે, આપણે અયોધ્યાની બાજુમાં ટાંડા છે. જ્યાં એક શખ્સ જેણે 40 લગ્ન કર્યા હતા અને 107 બાળકોને પેદા કર્યા હતા. એક વ્યક્તિ 107 બાળક પેદા કરશે, તો શું થશે. આતંકવાદી જ બનશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news