ભાજપે બંન્ને ગૃહો માટે જારી કર્યું વ્હિપ, સાંસદને હાજર રહેવાનું ફરમાન
ભારતીય જનતા પાર્ટીએ પોતાના રાજ્યસભાના સાંસદો માટે ત્રણ લાઇનનું વ્હિપ જારી કર્યું છે. મંગળવારે તમામ રાજ્યસભાના સાંસદોએ ફરજીયાત પણે ગૃહમાં હાજર રહેવું પડશે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના રાજ્યસભા સાંસદો માટે ત્રણ લાઇનનું વ્હિપ જારી કર્યું છે. પાર્ટીએ વ્હિપ જારી કરીને કહ્યું કે, સાંસદ ફરજીયાતપણે ગૃહમાં મંગળવારે હાજર રહે. ભાજપે કહ્યું કે, સરકારના વલણ પર સમર્થન માટે સાંસદોનું ગૃહમાં રહેવું ફરજીયાત છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમને ગૃહમાં બજેટ 2020 પર સાંજે 4 કલાકે રાજ્યસભામાં જવાબ આપશે. આ પહેલા તે જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યસભામાં મંગળવારે લંચ બ્રેક હશે નહીં. સંસદના બજેટ સત્રનો પ્રથમ ભાગ મંગળવારે સમાપ્ત થશે. 2 માર્ચે અવકાશ બાદ સંસદ ફરી શરૂ થશે.
આ પહેલા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હિપ જારી રહ્યું હતું. નાણા પ્રધાન નિર્મલા સીતારમન બજેટ પર જવાબ આપશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મંગળવારે બજેટ પાસ કરવામાં આવશે. તેથી વ્હિપ જારી કરવામાં આવી રહ્યું છે. તો જાણકારોનું કહેવું છે કે ભાજપ કોઈ મોટો નિર્ણય બંન્ને ગૃહમાં કરી શકે છે.
ભાજપે વ્હિપથી કર્યાં છે મોટા ફેરફાર!
ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે પણ સંસદના બંન્ને ગૃહમાં વ્હિપ જારી કર્યું હોય, ત્યારે-ત્યારે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભલે વાત જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત હોય, નાગરિકતા કાયદો (સીએએ)ની વાત હોય તો ત્રિપલ તલાક ખતમ કરવાનો નિર્ણય હોય, ભાજપ જ્યારે વ્હિપ લઈને આવ્યું છે, દેશની રાજનીતિમાં મોટો ફેરફાર થયો છે.
પ્લીઝ મોદી જી! અમને બચાવી લો... ક્રૂજ પર ફસાયેલા ભારતીયોએ મોકલ્યો સંદેશ
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે ભાજપ કંઇક મોટો નિર્ણય મંગળવારે કરી શકે છે. પરંતુ ભાજપ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. ભાજપે આ પહેલા જ્યારે મોટા નિર્ણય લીધા છે, ત્યારે પાર્ટી તેની ચર્ચા કરવાથી દૂર રહે છે.
શું હોય છે વ્હિપ?
રાજકીય પાર્ટીઓ વ્હિપ કોઈ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા, ગૃહમાં કોઈ બિલ પર મતદાન કે ચર્ચા માટે જારી કરે છે. જો કોઈ રાજકીય પાર્ટી 3 લાઇનનું વ્હિપ જારી કરે છે, તો તેનો અર્થ થાય છે કે કોઈપણ સ્થિતિમાં સભ્યોએ ગૃહમાં હાજર રહેવું પડશે. જો કોઈ સભ્ય વ્હિપનું ઉલ્લંઘન કરે છે તો તેનું સાંસદનું પદ સમાપ્ત કરી શકાય છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube