ભાજપના નેતા ઉમા ભારતીને થયો કોરોના, ઉત્તરાખંડમાં થયા ક્વૉરન્ટીન
પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ઉમા ભારતી કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.
નવી દિલ્હી: પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ઉમા ભારતી (Uma Bharti) કોરોના પોઝિટિવ (Corona Positive) થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ટ્વીટમાં ઉમા ભારતીએ લખ્યું છે કે તેમણે પ્રશાસનની ટીમને જાણ કરીને બોલાવ્યા અને પોતાનો કોરોના ટેસ્ટ (Corona Test) કરાવ્યો. ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે એક સ્થાન પર પોતાને ક્વૉરન્ટીન કર્યા છે. ઉમા ભારતીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!
ઉમા ભારતીએ ટ્વીટ કરીને લખ્યું છે કે 'હું તમારી જાણકારીમાં આ વાત રજુ કરી રહી છું કે આજે મારી પહાડની યાત્રાની સમાપ્તિના છેલ્લા દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે ટીમને બોલાવી. કારણ કે મને 3 દિવસથી હળવો તાવ હતો.'
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube