લોકપ્રિયતામાં ઘટાડો છતા લોકો મોદી સરકાર જ ઇચ્છે છે : સર્વે

ઓવરઓલ પરિણામ જોઇએ તો કોંગ્રેસની તુલનાએ અન્ય પક્ષોનું વોટશેર વધી જાય છે

Updated By: Jan 25, 2018, 08:46 PM IST
લોકપ્રિયતામાં ઘટાડો છતા લોકો મોદી સરકાર જ ઇચ્છે છે : સર્વે

નવી દિલ્હી : દેશની હાલની ચૂંટણીનાં વાતાવરણને માંપવા માટે કરવામાં આવેલા હાલમાં જ એક સર્વે અનુસાર જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો એકવાર ફરીથી મોદી સરકાર સત્તામાં આવી શકે છે. હાલમાં જ એક અગ્રણી સમાચાર ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકનીતિ દ્વારા આ મહિને કરવામાં આવેલા દેશવ્યાપી સર્વે અનુસાર જો આજે ચૂંટણી થઇ તો એનડીએને 301 સીટો સાથે સ્પષ્ટ બહુમતી મળી શકે છે.  કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએને 127 સીટો મળી શકે છે. 

પુર્વી ભારત   કુલ સીટ 142
 સર્વે અનુસાર પુર્વી ભારતમાં ભાજપની આગેવાનીવાળી એનડીએને 72 સીટો, કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએને 18 સીટો અને અન્યને 52 સીટો પણ મળી શકે છે. જો વાત મત્તનાં પ્રમાણની કરીએ તો પુર્વી ભારતમાં એનડીએને 43 ટકા, યુપીએને 21 ટકા અને અન્યને 36 ટકા મત્ત મળી રહ્યા છે. 

દક્ષિણ ભારત કુલ 132 સીટ
સર્વે અનુસાર દક્ષિણ ભારતમાં યુપીએનો દબદબો રહેશે અને એનડીએની તુલનાએ બમણી સીટો મળી શકે છે. સર્વે અનુસાર દક્ષિણ ભારતની કુલ 132 સીટોમાંથી એનડીએને 34 તો યુપીએને 63 સીટો મળી શકે છે. અન્યનાં ખાતામાં 35 સીટો જઇ શકે છે. એનડીએને કુલ 25 ટકા મત્ત મળી શકે છે તો યુપીએને 39 ટકા મત્ત મળી શકે છે. 36 ટકા સીટ અન્યનાં ખાતામાં જઇ શકે છે. 

ઉત્તર ભારત કુલ 151 સીટ
સર્વે અનુસાર ઉત્તર ભારતમાં ભાજપનું પ્રદર્શન ઘણુ સારૂ રહે છે. જો કે આજે ચૂંટણી થાય તો તેને 2014ની તુલનાએ 20 સીટોનું નુકસાન થશે. ઉત્તરભારતની કુલ 151 સીટોમાં એનડીએને 111 સીટો મળી શકે છે તો યુપીએને 13 સીટો મળી શકે છે. ઉત્તરભારતમાં 27 સીટો અન્યનાં ખાતામાં જઇ શકે છે. એનડીએને ઉત્તરભારતમાં 45 ટકા મત્ત મળી શકે છે તો કોંગ્રેસને 22 ટકા. અન્યને 33 ટકા મત્ત મળી શકે છે. 

પશ્ચિમ મધ્ય ભારત કુલ 118 સીટો
સર્વે અનુસાર પશ્ચિમ   મધ્ય ભારતમાં એનડીએને 84 સીટો મળી શકે છે તો યુપીએને 33 સીટો. અન્યનાં ખાતામાં 1 સીટ જઇ શકે છે. 2014 અનુસાર પશ્ચિમ   મધ્ય ભારતમાં એનડીએને 25 સીટોનું નુકસાન થઇ શકે છે. વાત જો વોટ શેર કરે તો પશ્ચિમ   મધ્ય ભારતમાં એનડીએનું 48 ટકા, યુપીએને 40 ટકા અન્યને 12 ટકા મત્ત મળી શકે છે. 

મોદી સરકારનાં કામકાજનું સરવૈયું
સર્વેનાં હિસ્સો લેનાર અડધાથી વધારે લોકો મોદી સરકારનાં કામકાજથી સંતુષ્ટ દેખાયા. 51 ટકા લોકો સંતુષ્ટ દેખાયા તો 40 ટકા લોકો મોદી સરકારનાં કામકાજથી અસંતુષ્ટ દેખાયા. મે 2017માં થયેલ સર્વેમાં 64 ટકા લોકો સરકારથી સંતુષ્ટ હતા જ્યારે માત્ર 27 ટકા લોકો જ અસંતુષ્ટ હતા. જો કે પહેલાની તુલનાએ સરકારની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો હતો.