)
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તમિલનાડુના ઓબીસી નેતા સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે. હવે બધાની નજર તે વાત પર છે કે પાર્ટીના આગામી અધ્યક્ષ કોણ હશે? શું ભાજપ અધ્યક્ષની પસંદગીમાં પ્રાદેશિક અને જાતીય સમીકરણોને ધ્યાનમાં રાખશે? હકીકતમાં જો ક્ષેત્ર પ્રમાણે જોવામાં આવે તો ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેનું ધ્યાન રાખ્યું છે. સીપી રાધાકૃષ્ણ દક્ષિણ ભારતમાંથી આવે છે. ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તર ભારતથી આવે છે, તો શું નવા અધ્યક્ષ ઉત્તર ભારતથી હશે? અટકળો તો ખૂબ ચાલી રહી છે, પરંતુ ભાજપ એવા નિર્ણય લેવા માટે જાણીતું છે, જેનાથી લોકો ચોંકી જાય છે.
નવા અધ્યક્ષ માટે ત્રણ નામોની ચર્ચા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પૂર્વથી છે અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન દક્ષિણથી, સ્વંય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમથી છે અને સંસદમાં ઉત્તરનું પ્રતિનિધિત્વ કરે છે. તેવામાં ભાજપના આગામી અધ્યક્ષને લઈને અટકળોનું બજાર ગરમ છે. ભાજપના વર્તમાન અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તર ભારતમાંથી આવે છે. આમ નવા અધ્યક્ષને લઈને જે નામની ચર્ચા ચાલી રહી છે, તેમાંથી ઘણા ઉત્તર ભારતના છે. તેમાં મનોહર લાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને કેશવ પ્રસાદ મૌર્યનું નામ મુખ્ય રીતે લેવામાં આવી રહ્યું ચે. તેવામાં સીપી રાધાકૃષ્ણનની ઉમેદવારી બાદ તે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપના નવા અધ્યક્ષ ઉત્તર ભારતથી હોઈ શકે છે.
જાતીય સમીકરણને લઈને પણ અટકળો
ભાજપના નવા અધ્યક્ષ માટે ક્ષેત્રની સાથે-સાથે જાતીય સમીકરણોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આદિવાસી છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓબીસી. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેવામાં અટકળો ચાલી રહી છે કે ભાજપના નવા અધ્યક્ષ સામાન્ય વર્ગના હોઈ શકે છે. પરંતુ ભાજપના સૂત્ર તે કહે છે કે નવા અધ્યક્ષની પસંદગીમાં કોઈ રાજકીય સંદેશ આપવામાં આવશે નહીં, પરંતુ પ્રયાસ એવા વ્યક્તિને કમાન સોંપવાનો હશે, જે વિશાળ બની ગયેલા સંગઠનને સંબાળી શકે. તેમ છતાં રાજકીય પાર્ટી હોવાના નાતે ભાજપ ઈચ્છશે કે નવા અધ્યક્ષની પસંદગીથી પણ રાજકીય સંદેશ કાઢવામાં આવે. તેથી ચર્ચા ચાલી રહી છે કે નવા અધ્યક્ષ કયા ક્ષેત્ર અને કઈ જાતિના હોઈ શકે છે.