)
એશિયા કપ 2025ની સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે પાકિસ્તાનનો 172 રનનો ટાર્ગેટ 7 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. મેચ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતી વખતે 6-0નો ઈશારો કર્યો, જેના પર દર્શકોએ વિરાટ કોહલીની યાદ અપાવીને જવાબ આપ્યો. તો રૌફની આ હરકતની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ.
ભાજપે હરિસ રૌફની નીચ હરકતનો આપ્યો જવાબ
માત્ર એટલું જ નહીં, હરિસ રૌફ વિમાન પડવાનો ઈશારો પણ કરતા જોવા મળ્યો. તે ભારતીય ક્રિકેટ ચાહકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે ભાજપે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કાર્યવાહી દર્શાવતો એક વીડિયો શેર કરીને આ નીચ હરકતનો જવબ આપ્યો છે. ભાજપે પોસ્ટમાં જણાવ્યું હતું કે રૌફ ફક્ત જે જોયું તે બતાવી રહ્યો હતો. આ વીડિયોમાં ઓપરેશન સિંદૂરની ક્લિપ્સ છે, જ્યારે ભારતીય સેનાએ તાજેતરમાં પાકિસ્તાનમાં વિનાશ વેર્યો હતો.
Haris Rauf showed what he saw! ? ? pic.twitter.com/CEwRskrdX2
— BJP (@BJP4India) September 22, 2025
ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા
ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી હતી, જેનાથી પાકિસ્તાની ટીમ દબાણમાં આવી ગઈ હતી. અભિષેક શર્માના 74 અને શુભમન ગિલના 47 રનની ઈનિંગના કારણે 105 રનની શાનદાર ભાગીદારી બની હતી, જેણે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતના બોલરોએ પાકિસ્તાનની ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેનાથી પાકિસ્તાન 171 રન સુધી મર્યાદિત રહ્યું હતું.
અભિષેક અને ગિલે 9મી ઓવરમાં સ્કોર 100ને પાર કરી દીધો હતો. જોકે, ફહીમે ગિલને બોલ્ડ કરીને ભાગીદારી તોડી હતી અને રૌફે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો, પરંતુ ભારત સરળતાથી જીતી ગયું હતું. આ જીત પછી પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા, જે લીગ મેચની જેમ ચર્ચાનો વિષય બન્યો હતો.