4 વર્ષોમાં ભાજપે જીત્યા 10 રાજ્યો, પરંતુ અહીં ઘટે છે તાકાત!
2019 લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. કેંદ્રની સત્તારૂઢ પાર્ટી ભાજપને હરાવવા માટે એક તરફ કોંગ્રેસ વિપક્ષને એક કરવામાં જોડાઇ ગઇ છે તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી ત્રીજા મોરચાની તૈયારીમાં છે. વિપક્ષ ચોક્કસ મજબૂત થવાનો પ્રયત્ન કરી રહ્યું છે
નવી દિલ્હી: 2019 લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. કેંદ્રની સત્તારૂઢ પાર્ટી ભાજપને હરાવવા માટે એક તરફ કોંગ્રેસ વિપક્ષને એક કરવામાં જોડાઇ ગઇ છે તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી ત્રીજા મોરચાની તૈયારીમાં છે. વિપક્ષ ચોક્કસ મજબૂત થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ ભાજપ ક્યાંક ને ક્યાંક નબળી પડતી જોવા મળી રહી છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરીને કેંદ્ર સત્તા પર બિરાજમાન થયેલી ભાજપ સરકાર માટે કદાચ બધુ જ સારું ચાલી રહ્યું નથી. 2017થી માંડીને 2018 સુધી ભાજપ 11 લોકસભાની સીટો પર ચૂંટણી લડી ચૂકી છે, પરંતુ એકપણ સીટ પાર્ટીના ખાતામાં આવી નથી.
11 સીટો પર ભાજપ પાસે હતી તક
તમને જણાવી દઇએ કે 2014થી માંડીને 2018 સુધી અત્યાર સુધી 23 લોકસભાની સીટો પર પેટાચૂંટણી થઇ છે, જેમાંથી 11 સીટો કોઇ અન્ય પાર્ટીના ખાતામાં હતી. એટલે જે ભાજપ પાસે તક હતી કે 11 સીટોને પેટાચૂંટણી દરમિયાન પોતાના ખાતામાં કરી લે પરંતુ તે કરી શકી નહી.
10 રાજ્યોમાં સત્તાસીન થઇ ભાજપ
આશ્વર્યની વાત એ છે કે લોકસભાની પેટાચૂંટણીમાં ચોક્કસ ભાજપ કોઇ ખાસ કમાલ કરવામાં નિષ્ફળ સાબિત રહી હોય, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ પોતાની મજબૂત બનાવી છે. ફક્ત 4 વર્ષોમાં ભાજ્પએ 10 નવા રાજ્યોમાં પોતાના નેતૃત્વવાળી સરકાર બનાવવામાં સફળ રહી છે, ભાજપ પેટાચૂંટણીમાં સીટો પર હારી છે. તેમાંથી 4 કોંગ્રેસ અને 2 સપાના ખાતામાં ગઇ છે. આ ઉપરાંત એનડીએ ગઠબંધનની બે સીટોમાં પણ એક જ સીટ બચાવવામાં પાર્ટી સફળ રહી છે.
આ 4 સીટો પર કર્યો કોંગ્રેસે કબજો
રતલામ: 2015માં ભાજપના દિલીપસિંહ ભૂરિયાના નિધન બાદ મધ્યપ્રદેશનની આ સીટ પર તેમની પુત્રી નિર્મલાને પાર્ટીને ઉભી રાખી, પરંતુ તે અસફળ રહી. કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ નિર્મલાને લગભગ 44 મતોથી હાર આપી.
ગુરદાસપુર: 2017માં અભિનેતા અને ભાજપના નેતા વિનોદ ખન્નાના નિધન બાદ ખાલી થયેલી આ સીટ પર પેટાચૂંટણી થઇ તો જનતાએ કોંગ્રેસ પર ભરોસો દાખવ્યો. આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર સુનીલ ઝાખડે 1.93 લાખ મતોથી જીત પ્રાપ્ત કરી.
અલવર: 2017માં ભાજપના સાંસદ મહંત ચાંદનાથના નિધન બાદ પાર્ટીના જસવંતસિંહ યાદવે ચૂંટણી લડી, પરંતુ નિષ્ફળ થયા. પેટાચૂંટણીમાં આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કરણ સિંહ યાદવ 1.96 લાખ મતોથી જીત્યા.
અજમેર: ઓગસ્ટ 2017માં ભાજપ સાંસદ સાંવરલાલ જાટના નિધન બાદ ભાજપે રામસ્વરૂપ લાંબાને ટિકીટ આપી, પર6તુ તે કોંગ્રેસના રધુ શર્મા સામે 84 હજારથી વધુ મતોથી હારી ગયા.
આ સીટો પર સપાએ જમાવ્યો કબજો
ગોરખપુર: યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ યોગી આદિત્યનાથને સીએમ બનાવવામાં આવ્યા અને આ સીટ ખાલી થઇ. આ સીટ પર ભાજપે સમજી વિચારીને ઉમેદવાર ઉતાર્યા પરંતુ તે જનતાના દિલમાં સ્થાન બનાવી ન શક્યા. આ સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદએ 21 હજાર 881 મતોથી જીત પ્રાપ્ત કરી.
ફૂલપુર: ઉત્તરપ્રદેશની આ સીટ ભાજપના કેશવ પ્રસાદ મૌર્યના ઉપ-મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી થઇ. પેટાચૂંટણીમાં આ સીટ પર સપાના નાગેંદ્ર સિંહ પાલે કબજો જમાવ્યો અને 59 હજાર મતોથી જીત પ્રાપ્ત કરી.