Black Fungus: ગુજરાત સહિત આ 10 રાજ્યોમાં હવે નવી મુસીબત ઊભી થઈ, જાણો તેના લક્ષણો, બચવાના ઉપાય

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં પણ તે પહોંચી ગયો છે. 

Updated By: May 14, 2021, 11:55 AM IST
Black Fungus: ગુજરાત સહિત આ 10 રાજ્યોમાં હવે નવી મુસીબત ઊભી થઈ, જાણો તેના લક્ષણો, બચવાના ઉપાય
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જોખમે ચિંતા વધારી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં પણ તે પહોંચી ગયો છે. 

શું છે આ મ્યુકોરમાઈકોસિસ(Mucormycosis)?
મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ, કાળી ફૂગ) એક ખુબ જ દુર્લભ સંક્રમણ છે. આ મ્યુકોર ફંગસના કારણે થાય છે. સામાન્ય રીતે માટી, છોડ, ખાતર, સડેલા ફળ અને શાકભાજીમાં તે ઉછરે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલના જણાવ્યાં મુજબ હવે કોવિડ-19ના દર્દીઓમાં ફંગસ ઈન્ફેક્શનની ફરિયાદો જોવા મળી રહી છે. આ ફંગસ ઈન્ફેક્શનને બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ કહે છે. આ ફંગસ મોટાભાગે ભીની સરફેસ પર જ હોય છે. 

શું છે આ બ્લેક ફંગસના લક્ષણો?
ICMR ના જણાવ્યાં મુજબ મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની ઓળખ આ લક્ષણો દ્વારા થઈ શકે છે. જેમાં નાક બંધ થઈ જવું, નાક કે આંખની આજુબાજુ દુખાવો કે લાલ થઈ જવું, તાવ, માથાનો દુખાવો, ઉધરસ, શ્વાસ ચડવો, લોહીની ઉલટીઓ, માનસિક રીતે અસ્થિર થઈ જવું, અને કન્ફ્યુઝનની સ્થિતિ સામેલ છે. તે કોરોનાના એવા દર્દીઓ પર સૌથી વધુ એટેક કરી રહ્યો છે જેમને શુગરની બીમારી છે. આ એટલી ગંભીર બીમારી છે કે દર્દીઓએ સીધુ આઈસીયુમાં દાખલ થવાનો વારો આવે છે. 

ગુજરાતમાં જોવા મળ્યા છે સૌથી વધુ કેસ
મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના સૌથી વધુ કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. રાજ્ય સરકાર તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી રહી છે અને હોસ્પિટલોમાં અલગ વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બ્લેક ફંગસની સારવારમાં કામ આવતી દવાની 5000 બોટલો પણ ખરીદી છે. 

Love You Zindagi ગીત પર ઝૂમતી આ યુવતીને ભરખી ગયો કાળમુખો કોરોના, Video જોઈને હચમચી જશો

આ રાજ્યોમાં પણ જોવા મળ્યા છે બ્લેક ફંગસના કેસ
ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન જયપુરમાં બ્લેક ફંગસના 14 કેસ સામે આવ્યા છે. જેમાં બે રાંચી, ચાર રાજસ્થાન, પાંચ યુપી, અને અન્ય દિલ્હી-એનસીઆરના દર્દીઓ જયપુરમાં સારવાર માટે પહોંચ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મેડિકલ કોલેજો સાથે જોડાયેલી હોસ્પિટલોને બ્લેક ફંગસના ઉપયાર કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. થાણામાં બુધવારે બ્લેક ભંગસના કારણે બે દર્દીઓના મોત થયા. મધ્ય પ્રદેશમાં બ્લેક ફંગસના 50થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાંથી 2ના મોત થઈ ચૂક્યા છે. તેલંગણામાં મ્યુકોરમાઈકોસિસના 60થી વધુ કેસ મળ્યા છે. બેંગ્લુરુના ટ્રસ્ટ વેલ હોસ્પિટલે જણાવ્યું કે છેલ્લા બે અઠવાડિયાથી અહીં બ્લેક ફંગસના 38 કેસ આવ્યા છે. 

Covid-19 Update: કોરોનાના કેસ ઘટ્યા પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક, જાણો લેટેસ્ટ અપડેટ

કોરોના દર્દીઓએ આ વાતનું રાખવું જોઈએ ધ્યાન
ICMR ના જણાવ્યાં મુજબ કોરોના વાયરસથી સાજા થઈ ચૂકેલા લોકોએ હાઈપરગ્લાઈસિમિયા પર નિયંત્રણ કરવું જરૂરી છે. આ ઉપરાંત ડાયાબિટિક દર્દીઓએ બ્લડ ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું જોઈએ. સ્ટેરોઈડ લેતી વખતે યોગ્ય સમય, યોગ્ય ડોઝ, અને સમયગાળાનું ધ્યાન રાખો. ઓક્સિજન થેરેપી દરમિયાન સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. જો દર્દી એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલનો ઉપયોગ કરે છે તો તેમાં પણ સાવધાની વર્તવાની જરૂર છે. 

દર્દી ભૂલે ચૂકે આ કામ ન કરે
ICMR એ જણાવ્યું કે બ્લેક ફંગસના કોઈ પણ લક્ષણ હળવાશમાં ન લો. કોવિડની સારવાર બાદ નાક બંધ થતા બેક્ટેરિયલ સાઈનસિટિસ ન ગણો અને લક્ષણ જોવા મળે તો તરત તપાસ કરાવો. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની સારવાર તમે ઘરે કરવાની કોશિશ ન કરો અને તેમાં સમય ન બગાડો. 

કોરોના દર્દીઓએ આ સાવધાની વર્તવી
ICMRના જણાવ્યાં મુજબ કોરોના સંક્રમિતો કે સાજા થઈ ચૂકેલા દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોરોના દર્દી સ્વચ્છતાનું ધ્યાન રાખે અને રોજ ન્હાય. આ ઉપરાંત ધૂળવાળી જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરે. ગાર્ડનિંગ કે માટીમાં કામ કરતી વખતે જૂતા, હાથ પગ ઢાંકનારા કપડાં અને ગ્લોવ્ઝ જરૂર પહેરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube