'Blinkit ડિલિવરી બોયે મને ખરાબ રીતે ટચ કર્યું...', એજન્ટનું શરમજનક કૃત્ય CCTVમાં કેદ, જાણો કંપનીએ શું કહ્યું?
CCTV Video: એક મહિલાએ બ્લિંકિટ ડિલિવરી એજન્ટ પર અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો અને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો. તેણે કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો, જે બાદ કંપનીએ તેના પર કાર્યવાહી કરી છે.
Trending Photos
)
CCTV Video: દિલ્હીમાં એક મહિલાએ ઓનલાઈન કરિયાણાની ડિલિવરી કંપની, બ્લિંકિટના ડિલિવરી એજન્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણીએ દાવો છે કે ડિલિવરી બોયએ પાર્સલ ડિલિવરી લેતી વખતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ આ ઘટનાનો CCTV વીડિયો લીધો અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે.
મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો.
વીડિયો શેર કરતા મહિલાએ લખ્યુ કે બ્લિંકિટમાં ઓર્ડર કર્યા પછી આજે મારી સાથે આવું બન્યું. ડિલિવરી બોયે ફરીથી મારું સરનામું પૂછ્યું અને પછી મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. આ બિલકુલ અસ્વીકાર્ય છે. શું ભારતમાં મહિલાઓની સુરક્ષા મજાક છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના કારણે કંપનીને જવાબ આપવાની ફરજ પડી.
આ સમગ્ર ઘટના CCTVમાં થઈ છે કેદ
ક્લિપમાં પીળા ગણવેશમાં બ્લિંકિટ ડિલિવરી એજન્ટ પાર્સલ ડિલિવરી કરતો અને પૈસા લેતો દેખાય છે. બાકીના પૈસા મહિલાને પરત કરતાની સાથે જ તે ફરીથી તેને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. મહિલાએ તરત જ પોતાની જાતને બચાવવા માટે પાર્સલ તેની છાતી સામે રાખ્યું.
મહિલાએ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો.
બીજી પોસ્ટમાં, મહિલાએ લખ્યું કે કંપનીએ શરૂઆતમાં તેની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી. તેણીએ કહ્યું કે બ્લિંકિટે શરૂઆતમાં ફક્ત એજન્ટને ચેતવણી આપવાની અને તેને "મહિલા ગ્રાહકોથી અંતર જાળવવા" તાલીમ આપવાની વાત કરી હતી. જોકે, તેણીએ વિડિઓ પુરાવા આપ્યા પછી જ કંપનીએ ડિલિવરી એજન્ટનો કરાર સમાપ્ત કર્યો.
This is what happened with me today while ordering from Blinkit. The delivery guy asked for my address again and then touched me inappropriately. This is NOT acceptable. @letsblinkit please take strict action. #Harassment #Safety @letsblinkit ...is women safety is joke in India? pic.twitter.com/aAsjcT3mnO
— S? (@eternalxflames_) October 3, 2025
મહિલાએ નોંધાવી ન હતી FIR
મહિલાએ જણાવ્યું હતું કે તેણીએ FIR નોંધાવી ન હતી કારણ કે તેણીને ડર હતો કે જો આ મામલો તેના પરિવાર સુધી પહોંચશે તો વધુ માનસિક તણાવ થશે.
બ્લિંકિટનો ખુલાસો.
વિવાદ વધ્યા પછી, બ્લિંકિટે જવાબ આપ્યો અને કંપનીએ કહ્યું કે અમને ખૂબ જ દુઃખ છે કે તમારે આ અનુભવ સહન કરવો પડ્યો. અમે આ મામલે જરૂરી કાર્યવાહી કરી છે અને આરોપીનો કરાર તાત્કાલિક સમાપ્ત કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














