છેવાડાના ગામ સુધી પહોંચશે કોરોના વેક્સીન, આ છે સરકારનો માસ્ટરપ્લાન

છેવાડાના ગામ સુધી પહોંચશે કોરોના વેક્સીન, આ છે સરકારનો માસ્ટરપ્લાન
  • દેશના દરેક બ્લોકમાં આ ટાસ્ક ફોર્સની મદદથી કોરોના વેક્સીનનું વિતરણ થશે.
  • તેમા સરકારી કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકોની મહત્વની ભૂમિકા બની રહેશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વેક્સીન (Corona Vaccine) ને સમય પર દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર રણનીતિ બનાવવામાં જોડાઈ ગઈ છે. બુધવારે આ મામલે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જે અંતર્ગત સરકાર દરેક રાજ્યમાં બ્લોક બ્લસ્ટર સ્તર પર બ્લોક ટાસ્ક ફોર્સ (Block Task Force) નું ગઠન કરશે. જેથી વેક્સીનને ગામડે ગામડે પહોંચાડી શકાશે. 

આ યોજનાની જમીની સ્તરે કામ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયને તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને ચિઠ્ઠી મોકલીને બ્લોક ટાસ્ટ ફોર્મનું ગઠન જલ્દીમાં જલ્દી કરવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે, દેશના દરેક બ્લોકમાં આ ટાસ્ક ફોર્સની મદદથી કોરોના વેક્સીનનું વિતરણ થશે. તેમા સરકારી કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકોની મહત્વની ભૂમિકા બની રહેશે. 

આ પણ વાંચો : આજથી અમદાવાદમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ થશે, તમે પણ નોંધાવી શકો છો તમારું નામ

દરેક ટાસ્ક ફોર્સને એસડીએમ કે કલેક્ટર દ્વારા લીડ કરવામાં આવશે. આ ફોર્સમાં એસડીએમ, કલેક્ટર ઉપરાંત સ્થાનિક બિનસરકારી સંસ્થાઓ એટલે કે એનજીઓ, વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિ અને ધાર્મિક નેતાઓને સામેલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યોના મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પહેલા જ વેક્સીનેશનની પ્રક્રિયાને ડિસેન્ટ્રલાઈઝેશન કરવાની સલાહ આપી ચૂક્યા છે. જોકે, હવે કેન્દ્ર સરકાર તરફથી સ્વાસ્થ્ય મંત્રાલયે ઓફિશિયલી રાજ્યો પાસેથી ટાસ્ક ફોર્સને કોરોના વેક્સીન આવતા પહેલા જ યોગ્ય પ્લાનિંગ કરવાનું કહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news