પ્રખ્યાત અભિનેત્રી રેખાનો સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ આવતા બંગલો સીલ

કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે પ્રખ્યાત અભિનેત્રી રેખાનો બંગ્લો BMC દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તેના બાંદ્રા ખાતેનાં ઘરે બીએમસીએ કંટેનમેન્ટ ઝોનની નોટિસ લગાવવામાં આવી છે.

Updated By: Jul 12, 2020, 06:50 AM IST
પ્રખ્યાત અભિનેત્રી રેખાનો સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ આવતા બંગલો સીલ

મુંબઇ : કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે પ્રખ્યાત અભિનેત્રી રેખાનો બંગ્લો BMC દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેના બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તેના બાંદ્રા ખાતેનાં ઘરે બીએમસીએ કંટેનમેન્ટ ઝોનની નોટિસ લગાવવામાં આવી છે.

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીનાં બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડ લાંબા સમયથી બિમાર હોવાનાં કારણે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે રેખાના બંગ્લામાં રહેલા સર્વન્ટ ક્વાટર્સમાં જ રહેતા હોવાનાં કારણે તેમનો બંગલોને સીલ કરવામાં આવેલો હતો. બંગલોમાં રહેતા તમામ અન્ય લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 

સુશાંત ઇન્ડસ્ટ્રીના બિઝનેસને સમજી શક્યો નહીં, શેખર કપૂરે પોલીસને જણાવી આ વાત

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવુડની અનેક હસ્તીઓ કોરોનાની ઝપટે ચડી ચુકી છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ કોરોના આવતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અમિતાભ બચ્ચને પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. હાલ આ અંગે વિસ્તૃત અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર