ભારતમાં બનશે સુપર હોર્નેટ ફાઇટર પ્લેન: IAFને શક્તિશાળી પ્લેન

બોઇંગ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સની વચ્ચે મહત્વની સમજુતી

Updated By: Apr 12, 2018, 08:12 PM IST
ભારતમાં બનશે સુપર હોર્નેટ ફાઇટર પ્લેન: IAFને શક્તિશાળી પ્લેન

ચેન્નાઇ : ઇન્ડિયન એરફોર્સની શક્તિમાં હવે ઓર વધારો થવાનો છે. વિશ્વની મહત્વની સૈન્ય વિમાન બનાવનારી કંપની બોઇંગ ભારતીય કંપનીઓ સાથે મળીને દેશમાં જ ફાઇટર પ્લેન બનાવશે. બોઇંગ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સ (mds)એ ગુરૂવારે એક મહત્વપુર્ણ સમજુતી કરી હતી. જેનાં હેઠળ દેશમાં જ આશરે 2 હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડ ધરાવતા F/A-18 સુપર હોર્નેટ ફાઇટર પ્લેન બનાવવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ઇન્ડિયન એરફોર્સને વધારે શક્તિશાળી બનાવવાની સાથે જ મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવાની દ્રષ્ટીએ મોટું પગલું છે. 

બોઇંગ ઇન્ડિયાનાં પ્રેસિડેન્ટ પ્રત્યુષ કુમાર, HALનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ટી.સુવર્ણ રાજૂ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમનાં ચેરમેન એસ.પી શુક્લાએ અહીં ચાલી રહેલ ડિફેન્સ એક્સપોમાં મેક ઇન ઇન્ડિયા ફાઇટર માટે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટનું આદાન - પ્રદાન કર્યું. તમને જણાવી દઇએ કે હાલમાં જ 110 ફાઇટર જેટ્સનાં મેગા કોન્ટ્રાક્ટની દિશામાં સંરક્ષણ મંત્રાલયે RFI ઇશ્યું કર્યું છે. 

કુમારે જણઆવ્યું કે, આ સમજુતી મુદ્દે છેલ્લા 18 મહિનાથી વાત ચાલી રહી હતી. તેમણે કહ્યું કે, સામરિક ભાગીદારીની સરકાર અને MoDની મંશા મેક ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ બનાવવાની છે. અમે દેશની ઘણી કંપનીઓ સાથે તમામ પાસાઓ પર ચર્ચા કરી. આ સાથે જ અમે 400 કરતા વધારે સપ્લાયર્સ સાથે વિચાર વિમર્શ કર્યા. 

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એક માત્ર એવી કંપની છે જે યુદ્ધ વિમાન બનાવે છે જ્યારે મહિન્દ્ર ડિફેન્સ એક માત્ર એવી કંપની છે જે નાના કોમર્શિયલ પ્લેન્સ બનાવે છે. તે અમારા માટે ખુબ જ રોમાંચરક છે. એક સવાલનાં જવાબમાં કુમારે કહ્યું કે, જોઇન્ટ વેન્ચર કંપની આગામી ત્રણ મહિનામાં કામ કરવા લાગશે. તેમણે આગળ પણ જણાવ્યું કે, સમજુતી હેઠળ ભારે રોકાણ થશે. જો કે તેમણે રોકાણ મુદ્દે કોઇ આંકડો રાખવાનો ઇન્કાર કરી દીધો. 

સમજુતી અંગે મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમનાં ચેરમેન એસપી શુક્લાએ કહ્યું કે, આ એક ગઠજોડ છે... અમારી પાસે ત્રણ કંપનીઓ છે જે અલાયન્સને પોતાની વિશેષજ્ઞતા, ડોમેન નોલેજ અને ફ્લેવર આપશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ટી. સુવર્ણ રાજુએ કહ્યું કે, સમજુતી હેઠળ હાલની ફેસેલિટીઝનો ઉપયોગ ફાઇટર પ્લેન બનાવવા માટે કરવામાં આવી શકે છે અથવા જરૂરી હોય તો એક ફેસેલિટી પણ સ્થાપિત કરવામાં આવી શકે છે.