જેની સાથે પ્રેમ લગ્ન કર્યા તેણે જ જંગલમાં જઇને કુહાડી વડે બંન્ને હાથ કાપી નાખ્યા, ડોક્ટર્સે 9 કલાક ઓપરેશન કર્યું અને...

મધ્યપ્રદેશમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં પતિએ ચરિત્ર પર રાખેલી આશંકાને લીધે હેવાન બની ગયેલા પતિએ કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા હતા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી હતી. અહીં ડોક્ટર્સની ટીમ દ્વારા 9 કલાક સુધી તેનું ઓપરેશન કર્યા બાદ તેના બંન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટર્સનાં અનુસાસ મહિલાના હાથમાં મુવમેન્ટ થઇ રહી છે. જો કે 3થી 4 દિવસ બાદ જ સાચી સ્થિતી અંગેનો ક્યાસ લગાવી શકાશે. 

Updated By: Mar 25, 2021, 05:42 PM IST
જેની સાથે પ્રેમ લગ્ન કર્યા તેણે જ જંગલમાં જઇને કુહાડી વડે બંન્ને હાથ કાપી નાખ્યા, ડોક્ટર્સે 9 કલાક ઓપરેશન કર્યું અને...

ભોપાલ : મધ્યપ્રદેશમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી હતી જેમાં પતિએ ચરિત્ર પર રાખેલી આશંકાને લીધે હેવાન બની ગયેલા પતિએ કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા હતા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી હતી. અહીં ડોક્ટર્સની ટીમ દ્વારા 9 કલાક સુધી તેનું ઓપરેશન કર્યા બાદ તેના બંન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટર્સનાં અનુસાસ મહિલાના હાથમાં મુવમેન્ટ થઇ રહી છે. જો કે 3થી 4 દિવસ બાદ જ સાચી સ્થિતી અંગેનો ક્યાસ લગાવી શકાશે. 

બાપુનગર PSI એ કહ્યું ચોરને બુટલેગરને પકડીશું તો અમારા હપ્તા કોણ આપશે? હપ્તા છેક CM સુધી જાય છે

લગ્નના 15 દિવસ બાદ જ પતિ રણધીર ઝગડો કરવા લાગ્યો હતો. સોમવારે રાત્રે બધા જમ્યા બાદ ઉંઘી રહ્યા હતા ત્યારે અચાનક 11 વાગ્યે રણધીરે જંગલમાંથી લાકડા લાવવાની વાત કહી હતી. જો કે આટલી મોડી રાત્રે લાકડાની શી જરૂર પડી તેવું પુછતા તેણે કહ્યું કે તારે આવવું પડશે. ઘરેથી નિકળ્યા બાદ ગામ પાસે આવેલી નદીના પુલની નજીક મારા બંન્ને હાથ પર કુહાડી વડે ઘા મારવાનું શરૂ કર્યું હતું. મારા હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું. હું જમીન પર પડી ગઇ હતી. જેથી તેને લાગ્યું કે હું મરી ગઇ એટલે તે જતો રહ્યો હતો. 

ગુજરાતના આ ડેસ્ટિનેશન પર લગ્ન કરવા તલપાપડ છે માલેતુજારો, પહાડીઓ વચ્ચે થાય છે જોડીઓનું મિલન

ત્યાર બાદ મે બહાર રોડ પર નિકળીને એક ટ્રક પાસે મદદ માંગી હતી. ટ્રક ડ્રાઇવરે મને હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં મારૂ ઓપરેશન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. પાંચ વર્ષ અગાઉ રાયસેનના ફુલ્વારમાં એક લગ્ન પ્રસંગે અમારી મુલાકાત તઇ હતી. લગ્નના 15 દિવસ બાદ તેણે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું હતું. હું કોઇ અન્ય વ્યક્તિની સાથે પ્રેમમાં હોવાની વાતની શંકા રાખીને મારા પર હુમલો કર્યો હતો. જો કે ડોક્ટર્સ દ્વારા 9 કલાક સુધી સતત ઓપરેશન કરીને 95 ટકા જેટલો હાથ જોડી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube