કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડ સેવા શરૂ, જમ્મુમાં 2G મોબાઇલ ઇન્ટરનેટ ચાલુ

જમ્મુમાં બ્રોડબેન્ડ અને મોબાઇલ SMS પહેલાંથી જ ચાલી રહ્યું છે.

કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડ સેવા શરૂ, જમ્મુમાં 2G મોબાઇલ ઇન્ટરનેટ ચાલુ

જમ્મુ : કાશ્મીર (Kashmir) ખીણમાં હોટેલ, શિક્ષણ સંસ્થા તેમજ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસ (Broadband Internet Service) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જમ્મુમાં (Jammu) 2G મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ (Mobile Internet Srvice) શરૂ થઈ જશે. જમ્મુમાં બ્રોડબેન્ડ અને મોબાઇલ SMS પહેલાંથી જ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે 10 જાન્યુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટે અરજીઓ પર નિર્ણય દેતા પહેલાં કહ્યું હતું કે ઇન્ટરનેટ બંધનો પણ તમામ પ્રતિબંધોની જેમ જ એક અઠવાડિયા અંદર સમીક્ષા થવી જરૂરી છે અને જરૂરી સુવિધાઓ શક્ય એટલી જલ્દી શરૂ કરવામાં આવે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાશ્મીરમાં અમારી પ્રાથમિકતા લોકોની સ્વતંત્રતા અને સુરક્ષા આપવાની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતાં કહ્યું કે, કાશ્મીરમાં અભિવ્યક્તિની આઝાદી સૌથી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે ખૂબ જરૂરી હશે તો જ નિયત સમય માટે જ ઇન્ટરનેટ બંધ કરવું જોઈએ. સાથોસાથ ફરી કહ્યું કે અનિશ્ચિતકાળ માટે ઇન્ટરનેટને બંધ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ જરૂરી સેવાઓ માટે તાત્કાલીક અસરથી ઇન્ટરનેટ શરૂ કરવામાં આવે.

જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બીઆર ગવઈની ત્રણ સભ્યની બેન્ચે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે સતત કલમ-144નો ઉપયોગ કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઇન્ટરનેટ લોકો માટે અભિવ્યક્તિની આઝાદી જેવી છે. તેમણે સાથોસાથ કહ્યું કે આ મૌલિક અધિકાર જેવું જ છે. તેઓએ કહ્યું કે મજબૂત કારણો વગર ઇન્ટરનેટ બંધ ન કરી શકાય. રાજ્ય સરકાર તરફથી જે ચુકાદો સાર્વજનિક કરવામાં આવશે તેને લઈને સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરી છે. જે સરકારના નિર્ણયનો રિવ્યૂ કરશે અને સાત દિવસની અંદર કોર્ટને રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે સરકારે જમ્મુ કાશ્મીરમાં સરકારી વેબસાઇટ અને ઇ-બેન્કિંગ સુવિધાઓ માટેની પરવાનગી દેવા વિશે વિચારણા કરવાનું કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news