પાકિસ્તાનને ભારતના BSF જવાનને છોડવો જ પડ્યો...20 દિવસ બાદ અટારી બોર્ડરથી દેશમાં પરત ફર્યો
BSF jawan returns : પાકિસ્તાને ભારતના BSF જવાનને પરત મોકલી દીધો છે. પૂર્ણમ કુમાર ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો. જ્યાં તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હતો. હવે પાકિસ્તાની સેનાએ બીએસએફ કોન્સ્ટેબલને અટારી-વાઘા બોર્ડરથી પાછો મોકલી દીધો છે.
Trending Photos
BSF jawan returns : પાકિસ્તાને ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર શોને પરત મોકલ્યો છે. પાકિસ્તાની રેન્જર્સે અટારી વાઘા બોર્ડર દ્વારા બીએસએફ કોન્સ્ટેબલને પરત મોકલી દીધો છે. તે છેલ્લા 20 દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં હતો. કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સવારે 10:30 વાગ્યે દેશમાં પરત ફર્યા. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારતના વલણને જોઈને પાકિસ્તાન સતત પીછેહઠ કરી રહ્યું છે. આ સંદર્ભમાં વધુ એક સારા સમાચાર આવ્યા છે. લગભગ 20 દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ શોને સોમવારે સવારે પાકિસ્તાન દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા. તે સવારે લગભગ 10:30 વાગ્યે અટારી વાઘા બોર્ડર થઈને ઘરે પરત ફર્યા છે.
પૂર્ણમ કુમાર પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યો ?
પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને 23 એપ્રિલના રોજ પાકિસ્તાન પહોંચી ગયો હતો, ત્યારબાદ તેને પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. આ પછી, ભારતે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો. આવી સ્થિતિમાં પૂર્ણમના પરિવારની ચિંતા વધુ વધી ગઈ.
પત્નીને આશા હતી કેયય
પૂર્ણમ કુમારના પત્ની રજનીએ આશા વ્યક્ત કરી હતી કે ડીજીએમઓ સાથેની વાતચીતમાં પૂર્ણમ કુમારનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેણીએ કહ્યું હતું કે, 'જ્યારે ભારતીય સેનાએ 3 મેના રોજ રાજસ્થાનમાં એક પાકિસ્તાની રેન્જરની અટકાયત કરી હતી, ત્યારે એવું લાગતું હતું કે કદાચ મારા પતિને પણ મુક્ત કરવામાં આવશે.' પણ આવું ન થયું. હવે ડીજીએમઓ વાટાઘાટોથી નવી આશા જાગી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે