નવી દિલ્હી: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હીના ધોળા કુવા રિંગરોડ પર એન્કાઉન્ટર, ISISના આતંકીની ધરપકડ


બીએસએફ તરફથી જારી કરેલા નિવદેન અનુસાર, 103 બટાલિયનના સતર્ક સૈનિકોએ તરનતારનના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ધુસણખોરોને જોયા હતા. તેમણે આત્મસમર્પણ કરવા કહ્યું હતું, ઘુસણખોરોએ બીએસએફના સૈનિકો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ ધુસણખોરો માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


ભારતે આપ્યો મોટો ઝટકો, સેમી હાઇ સ્પીડ ટ્રેનોના નિર્માણથી ચીન કંપનીઓ બહાર


બીએસએફનું કહેવું છે કે, તેમની પાસે AK-47, એક પિસ્તોલ અને એક પપી બેગ મળી આવી છે. હથિયારો અને બેગને કબ્જે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સતર્કતા વધારવામાં આવી છે. બીએસએફના જવાન મુસ્તેદીથી ધુસણખોરીનો પ્રયાસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર