કર્ણાટકઃ BSPએ રાજ્યમાં પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

વિધાનસભામાં મંગળવારે કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર વિશ્વાસનો મત મેળવી શકી નહીં અને સરકારનું પતન થયું હતું
 

કર્ણાટકઃ BSPએ રાજ્યમાં પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

બેંગલુરુઃ બહુજન સમાજ પાર્ટીએ કર્ણાટકમાં વિશ્વાસનો મત પ્રસ્તાવની મતદાન પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહેનારા પોતાના એકમાત્ર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંત કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકારનું પતન થયું હતું. જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને વિશ્વાસ મત દરમિયાન 99 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા. 

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટ્વીટ કરતા જણાવ્યું કે, 'કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના સમર્થનમાં વોટ આપવાના પાર્ટી હાઈકમાન્ડના નિર્દેશનું ઉલ્લંઘન કરીને બીએસપીના ધારાસભ્ય એન. મહેશ આજે વિશ્વાસ મત પ્રક્રિયા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. આ બાબત શિસ્તભંગ દર્શાવે છે, જેને પાર્ટીએ અત્યંત ગંભીરતાથી લીધું છે. આથી, શિસ્તભંગના પગલાં સ્વરૂપે શ્રી મહેશને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.'

— Mayawati (@Mayawati) July 23, 2019

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 23 દિવસથી કર્ણાટકમાં રાજકીય સંકટ ઘેરાયેલું હતું. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારના 15 ધારાસભ્યોએ બળવો પોકાર્યો હતો અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news