ગુજરાતી ન્યૂઝIndiaબસમાં સૂતેલી યુવતીના સ્તનને બસ કંડક્ટર ખરાબ રીતે અડક્યો, ગંદી હરકત કેમેરામાં કેદ, Video Viral

બસમાં સૂતેલી યુવતીના સ્તનને બસ કંડક્ટર ખરાબ રીતે અડક્યો, ગંદી હરકત કેમેરામાં કેદ, Video Viral

Video Viral: મેંગલુરુ (કર્ણાટક)માં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક બસ કંડક્ટરે એક સગીર છોકરીનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે જ્યારે યુવતી બસમાં સૂઈ રહી હતી ત્યારે કંડક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું.

બસમાં સૂતેલી યુવતીના સ્તનને બસ કંડક્ટર ખરાબ રીતે અડક્યો, ગંદી હરકત કેમેરામાં કેદ, Video Viral

Karnataka Bus conductor: મેંગલુરુમાં એક બસ કંડક્ટરે એક યુવાન મહિલા મુસાફર સાથે યૌન શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસમાં બની હતી જે મેંગલુરુ નજીક મુડીપુથી સ્ટેટ બેંક જઈ રહી હતી. એક સહ-યાત્રીએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. 

વાયરલ થયેલા વીડિયોમાં કંડક્ટર જ્યારે યુવતી સૂતી હતી ત્યારે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળે છે. વિચલિત કરતો આ વિડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જેનાથી લોકોનો આક્રોશ અને મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું. વીડિયો રાજ્ય સરકાર સુધી પહોંચ્યા બાદ KSRTCએ તાત્કાલિક કંડક્ટરને ફરજ પરથી હટાવીને શિસ્તભંગની તપાસ શરૂ કરી હતી.

Add Zee News as a Preferred Source

కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుండగా ఆమె పక్కనే వచ్చి నిలబడి ఆమెను పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించిన కండక్టర్

ఇది గమనించిన తోటి… pic.twitter.com/NyYRyb3vwV

— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025

આ ઘૃણાસ્પદ હરકત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બસમાં હાજર અન્ય એક મુસાફરે પોતાના મોબાઈલ ફોનમાં સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કંડક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસ બાદ આરોપી કંડક્ટરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

હાલ પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને પીડિતાને શક્ય તમામ મદદ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર પરિવહનમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોનાજે પોલીસે KSRTC કંડક્ટર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 75 હેઠળ મહિલા મુસાફરને જાતીય સતામણી કરવા બદલ કેસ નોંધ્યો છે. તેને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે તપાસ બાદ આરોપીઓને હટાવવા જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news