Property: ઘર ખરીદવા સમયે આ 6 વાતનું રાખો ધ્યાન, બાકી RERA પણ નહીં કરે તમારી મદદ

ભારતમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય. વ્યક્તિ પોતાના જીવનની કમાણી ઘર લેવામાં લગાવી દેતો હોય છે. પરંતુ ઘર લેવા સમયે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘર લેવા દરમિયાન એક ભૂલ તમને ભારે પડી શકે છે.

Property: ઘર ખરીદવા સમયે આ 6 વાતનું રાખો ધ્યાન, બાકી RERA પણ નહીં કરે તમારી મદદ

Property : ભારતમાં ઘર ખરીદવું સરળ કામ નથી. હોમ લોન લેવાથી લઈને ઘરની રજીસ્ટ્રી કરાવવા સુધી ઘણી મુશ્કેલી ઘર ખરીદનાર ઉઠાવે છે. બિલ્ડરના એલોટમેન્ટ કેન્સલ કરવા, પ્રોજેક્ટમાં વિલંબ કે વચનો પૂરા ન થવા સામાન્ય વાત થઈ ગઈ છે. આ બધી સમસ્યાથી બચાવવા માટે સરકારે RERA એટલે કે Real Estate Regulation and Development Act 2016 કાયદો લાગૂ કર્યો છે. હવે હોમ બાયર્સ માટે એક જગ્યાએ તેની ફરિયાદનો ઉકેલ લાવવાની જગ્યા બની ગઈ છે. પરંતુ કેટલીક સ્થિતિમાં RERA પણ તમારી મદદ ન કરી શકે, ખાસ કરી જ્યારે તમે ઘર ખરીદવા સમયે સાવધાની ન રાખી હોય. જાણો એવી છ ભૂલ જેનાથી બચવું જરૂરી છે.

1. એકતરફી શરતોવાળા એગ્રીમેન્ટ પર સહી કરવી
ઘણીવાર બિલ્ડર પોતાના ફાયદા માટે એગ્રીમેન્ટમાં એવા નિયમ સામેલ કરે છે, જેનાથી તેને એલોમેન્ટ કેન્સલ કરવા કે પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવાનો અધિકાર મળી જાય છે. વાંચ્યા વગર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે એફિડેવિટમાં સહી કરવી બાદમાં તમારી વિરુદ્ધ સાબિત થઈ શકે છે. RERa એવા દસ્તાવેજોને માન્યતા આપે છે અને તેનાથી તમને કાયદાકીય નુકસાન થઈ શકે છે.

2. બુકિંગના સમયે કેશ ટ્રાન્ઝેક્શન કરવું
કેટલાક ઘર ખરીદનારા લોકો સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે બુકિંગના સમયે કેશમાં પેમેન્ટ કરી દેતા હોય છે. પરંતુ જ્યારે રિફંડની વાત આવે તો આવા ટ્રાન્ઝેક્શન કાયદાકીય રૂપે માન્ય હોતા નથી. રેરા કેશ ટ્રાન્ઝેક્શનને માનતું નથી, જેનાથી ખરીદનારની સ્થિતિ નબળી પડી શકે છે.

3. સમય પર પેમેન્ટ ન કરવું
જો તમે સમય પર હપ્તા નથી ભરતા તો બિલ્ડર પર વિલંબનો આરોપ ન લગાવી શકાય. કોર્ટ પ્રમાણે પેમેન્ટમાં વિલંબ કરનાર ખરીદનાર વળતરનો હકદાર હોતો નથી. તેથી ઘર ખરીદતા પહેલા જરૂર જુઓ કે પેમેન્ટ શેડ્યૂલ તમારા બજેટમાં છે કે નહીં.

4. વિચાર્યા વગર રિવાઇઝ પઝેશન તારીખનો સ્વીકાર કરવો
ઘણીવાર ખરીદનાર મૌખિક કે લેખિત રૂપથી પઝેશનની નવી તારીખો સ્વીકાર કરે છે. તેનાથી તમારો બિલ્ડર વિરુદ્ધનો કેસ નબળો પડી શકે છે, કારણ કે તે માનવામાં આવે છે કે તમે વિલંબનો સ્વીકાર કર્યો છે. તેથી કાયદાકીય સલાહ વગર કોઈ ફેરફાર ન સ્વીકારો.

5. ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરવો
RERA માં ફરિયાદ દાખલ કરવાની કોઈ નક્કી સમય મર્યાદા નથી, પરંતુ જો ઘણે મોડેથી ફરિયાદ કરવામાં આવે તો તમારી અરજી નકારી દેવામાં આવી શકે છે. તેવામાં જ્યારે બિલ્ડર પોતાનું વચન પૂર્ણ ન કરે તો તત્કાલ ફરિયાદ કરો.

6. Pre-EMI કે Rental Return Schmemes પર વિશ્વાસ કરવો
ઘણા પ્રોજેક્ટ્સમાં બિલ્ડર પ્રી-ઈએમઆઈ કે રેન્ટલ રિટર્નનું વચન આપે છે, પરંતુ રેરા તેને કાયદાકીય રીતે માન્યતા આપતું નથી. આ માત્ર ખાનગી સમજુતી હોય છે અને જો બિલ્ડર પૈસા આપવાની ના પાડે તો રેરા તમારી મદદ નહીં કરે. ઘર ખરીદવા સમયે માત્ર બિલ્ડરની વાતો પર વિશ્વાસ ન કરો. દરેક દસ્તાવેજની ધ્યાનથી ચકાસણી કરો. કેશ ટ્રાન્ઝેક્શનથી બચો અને કાયદાકીય સલાહ જરૂર લો. RERA તમારી સુરક્ષા માટે છે, પરંતુ જો તમે સાવચેતી ન રાખી તો તે તમારી મદદ કરી શકશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news