CBSE Result 2025 : CBSE ધોરણ-12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ, આ રીતે કરો ચેક

CBSE Class 12th Result 2025:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 88.39 ટકા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે.

CBSE Result 2025 : CBSE ધોરણ-12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ, આ રીતે કરો ચેક

CBSE Class 12th Result 2025 : CBSEએ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. દેશભરના 44 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું 88.39 ટકા રિઝલ્ટ આવ્યું છે. બોર્ડે 13 મેના રોજ પરિણામ જાહેર કર્યું છે. 

છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 

આ વર્ષે, 16,92,794 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને તેમાંથી 14,96,307 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. ધોરણ 10ની પરીક્ષાઓ 18 માર્ચે પૂર્ણ થઈ હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલે પૂર્ણ થઈ હતી. CBSE બોર્ડના 12મા ધોરણના પરિણામમાં છોકરા અને છોકરીઓની ટકાવારી વિશે વાત કરીએ તો, આ વર્ષે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64 ટકા છે, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.71 ટકા છે. તેથી છોકરીઓની પાસ થવાની ટકાવારી છોકરાઓ કરતા 5.94% વધુ છે. આ વર્ષનું પરિણામ 2024 કરતા સારું રહ્યું છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

ડિજીલોકર પર ધોરણ 12ના પરિણામો કેવી રીતે ચેક કરવા ?

સ્ટેપ-1 : 'ડિજિલોકર' એપ ડાઉનલોડ કરો
સ્ટેપ-2 : digiLocker.gov.in પર જાઓ
સ્ટેપ-3 : તમારો રોલ નંબર, વર્ગ, શાળા કોડ અને 6 અંકનો પિન (શાળા દ્વારા આપવામાં આવેલ) દાખલ કરો
સ્ટેપ-4 : ચકાસણી માટે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો
સ્ટેપ-5 : તમને સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે

ઉમંગ એપ દ્વારા ધોરણ 12નું પરિણામ કેવી રીતે ચેક કરવું ?

સ્ટેપ-1 : 'ઉમંગ' એપ ડાઉનલોડ કરો
સ્ટેપ-2 : એપ ખોલો અને શિક્ષણ વિભાગમાં જાઓ અને 'CBSE' પસંદ કરો
સ્ટેપ-3 : તમારું પરિણામ ડાઉનલોડ કરવા માટે જરૂરી ઓળખપત્રો દાખલ કરો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news