CBSE Board Exams 2021: CBSE એ જાહેર કર્યું બોર્ડની પરીક્ષાનું નવું શિડ્યૂલ, તાત્કાલિક નોંધી લો આ તારીખો

બોર્ડે કેટલાક વિષયોની ડેટશીટ (CBSE Board Exams 2021 Date Sheet) ને બદલી છે, જેની જાણકારી સીબીએસઇની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર આપવામાં આવી છે.

CBSE Board Exams 2021: CBSE એ જાહેર કર્યું બોર્ડની પરીક્ષાનું નવું શિડ્યૂલ, તાત્કાલિક નોંધી લો આ તારીખો

નવી દિલ્હી: કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે સીબીએસઇ (CBSE) એ 10મા, 12માની બોર્ડ પરીક્ષા (CBSE Board Exams 2021) ના શિડ્યૂલમાં ફેરફાર કર્યું છે. બોર્ડે કેટલાક વિષયોની ડેટશીટ (CBSE Board Exams 2021 Date Sheet) ને બદલી છે, જેની જાણકારી સીબીએસઇની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર આપવામાં આવી છે. એવામાં વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે જૂની ડેટશીટને (CBSE Date Sheet 2021 Revised) ના હિસાબે જ તૈયાર કરો. 

સીબીએસઇ ટાઇમ ટેબલમાં મોટા ફેરફાર
સીબીએસઇ (CBSE) ની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા શેડ્યૂલના અનુસાર 12મા ધોરણના ફિજિક્સ (CBSE Class 12th Physics Exam)નું પેપર 8 જૂનના રોજ આયોજિત કરવામાં આવ્યું છે. પહેલાં 13 મેના રોજ લેવાનું હતું. આ ઉપરાંત હિસ્ટ્રી એન્ડ બેકિંગ એક્ઝામ (CBSE Class 12th History & Banking Exam) ની પરીક્ષાઓની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.  

ધોરણ 10ની પરીક્ષાનું શિડ્યૂલ (CBSE Class 10th Date Sheet) માં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડની નવી ડેટશીટના અનુસાર હવે 10મા ધોરણની સાયન્સ  (CBSE Class 10th Science Exam) ની પરીક્ષા 21 મેના રોજ મેથ્સ (CBSE Class 10th Math Exam) ની પરીક્ષા 2 જૂનના રોજ આયોજિત કરવામાં આવશે. 

બે પાળીઓમાં યોજાશે 12 મા ધોરણની પરીક્ષા
સીબીએસઇ (CBSE) દ્રારા જાહેર કરવામાં આવેલી નવી ડેટશીટના અનુસાર  12મા ધોરણની પરીક્ષા 4 દિવસ સુધી બે પાળીઓમાં આયોજિત કરવામાં આવશે. પહેલી પાળીની પરીક્ષા સવારે 10.30 વાગે શરૂ થશે અને બીજી પાળીમાં 1.30 વાગ્યા સુધી ચાલશે. તમામ પરીક્ષાર્થીઓને 10-10.15 વચ્ચે બુકલેટ આપવામાં આવશે. 

તો બીજી પાળીની પરીક્ષા બપોરે 2.30 વાગ્યાથી શરૂ થઇને સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. આ પાળીના પરીક્ષાર્થીઓને 2-2.15 વાગ્યા વચ્ચે બુકલેટ આપવામાં આવશે. 

તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે સીબીએસઇ બોર્ડની 4 મેથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 7 જૂનના રોજ ખતમ થશે. તો બીજી તરફ ધોરણ 12ની પરીક્ષા 11 જૂન સુધી ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news