)
Delhi Blast Video: દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 24 લોકો ઈજાગ્રસ્ત છે. આ બ્લાસ્ટને લઈને અત્યાર સુધી ઘણા ખુલાસા થયા છે. તો બીજીતરફ હવે બ્લાસ્ટના CCTV ફુટેજ સામે આવ્યા છે. તેમાં બ્લાસ્ટ થતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
બ્લાસ્ટના લાઇવ વીડિયોમાં જૈશના શંકાસ્પદ આતંકી ઉમરની કારમાં બ્લાસ્ટ થતો જોવા મળી રહ્યો છે. લાલ કિલ્લા અને ચાંદની ચોક પર સીસીટીવીથી નજર રાખવામાં આવે છે. આ CCTV કંટ્રોલ રૂમમાં જુઓ કઈ રીતે ધમાકો જોવા મળી રહ્યો છે.
દિલ્લીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટનો LIVE વીડિયો સામે આવ્યો, ભર ટ્રાફિકમાં ધીમે-ધીમે કાર આવી અને ધડાકો થયો...#RedFortBlast #DelhiBlast #RedFortDelhi #CarExplosionDelhi #DelhiNews #viralvideo #trendingshorts #trendingvideo #trendingreels #trendingnow #trendingshort #SHORT pic.twitter.com/B4J4I6eSun
— Zee 24 Kalak (@Zee24Kalak) November 12, 2025
જે સમયે બ્લાસ્ટ થયો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચારે તરફ ભીડ જોવા મળી રહી છે અને અચાનક કારમાં બ્લાસ્ટ થાય છે. આ ભયાનક બ્લાસ્ટ સીસીટીવીમાં કેદ થયો છે. બ્લાસ્ટ બાદ લોકો ભાગતા જોવા મળી રહ્યાં છે.
સોમવારે સાંજે આ વિસ્ફોટ થયો હતો
સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોના મોત થયા હતા. દેશભરની અનેક એજન્સીઓ આ કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આશરે 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાં દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે.