VIDEO: CCTVમાં કેદ થઈ ટોલ કર્મચારીઓની ગુંડાગર્દી, બસ ડ્રાઇવરનું માથું ફોડ્યું

ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર બની આ દુર્ઘટના 

VIDEO: CCTVમાં કેદ થઈ ટોલ કર્મચારીઓની ગુંડાગર્દી, બસ ડ્રાઇવરનું માથું ફોડ્યું

ગુરુગ્રામ : ગુરુગ્રામ-ફરીદાબાદ રોડ પર ટોલ કર્મચારીઓની દાદાગીરી ઘટવાનું નામ નથી લઈ રહી. ટોલ કર્મચારીઓએ એક મામુલી વિવાદમાં હરિયાણા રોડવેઝના બસ  ડ્રાઇવરનું માથું ફોડી નાખ્યું છે. હકીકતમાં મંગળવારે બપોરે હરિયાણા રોડવેઝની વોલ્વો બસ વલ્લભગઢથી રોહતક જઈ રહી હતી. આ બસ ગુરુગ્રામ-ફરીદાબાદ ટોલ પર રોકાઈ હતી. જોકે બસ સરકારી હોવાના કારણે એનો પાસ પહેલાંથી બનેલો હતો. આ સંજોગોમાં પણ ટોલ કર્મચારી બસ ડ્રાઇવર પાસેથી ટોલના પૈસા માગવા લાગ્યો. આ મામલે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો અને બસ ડ્રાઇવર  બસની બહાર આવી ગયો. 

સીસીટીવીમાં ઘટના કેદ
આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. આ વીડિયોમાં જોવા મળે છે કે સામાન્ય બોલાચાલી પછી 2 ટોલ કર્મચારીઓએ મારીમારીને બસડ ડ્રાઇવરને અધમુઓ કરી નાખ્યો છે. સાક્ષીઓનું કહેવું છે કે ટોલકર્મીઓએ પત્થર મારીને ડ્રાઇવરનું માથું ફોડી નાખ્યું હતું. આખરે આ ડ્રાઇવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે પોલીસે ટોલ કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. CCTV વીડિયોની મદદથી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 

પોલીસ શું કહે છે?
ગુરુગ્રામ પોલીસ પીઆરઓ રવિંદર કુમારે જણાવ્યું છે કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. તેમણે માહિતી આપી છે કે ટોલ બુથ પર લાગેલા CCTVમાં આ ઘટના કેદ થઈ ગઈ છે. આ મામલામાં યોગ્ય તપાસ કરીને પગલાં લેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news