EVMને બલિનો બકરો ન બનાવો, બેલેટ પેપરનો સવાલ જ નથી ઉઠતો: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કહ્યું કે, આગમી ચૂંટણીઓ વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ મશીન સાથે જ ઇવીએમનો પ્રયોગ કરીને કરવામાં આવશે

EVMને બલિનો બકરો ન બનાવો, બેલેટ પેપરનો સવાલ જ નથી ઉઠતો: ચૂંટણી પંચ

કોલકાતા : દેશનાં મુખ્ય ચૂંટણી અધિકારી ઓપી રાવતે ચૂંટણી માટે બેલેટ પેપરને પાછુ લાવવાની તમામ સંભાવનાઓને ફગાવતા કહ્યું કે, ઇવીએમને બલિનો બકરો ન બનાવવું જોઇએ, કારણ કે મશીન બોલ નથી સકતી અને રાજનીતિક દળોને પોતાની હાર માટે કોઇને કોઇને જવાબદાર ટેરવવાની જરૂર હોય છે.મર્ચન્ટ્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજીત ચૂંટણી ઇમાનદારી અને ચૂંટણીમાં નાણાની ભુમિકા અંગે આયોજીત એક સત્રમાં બોલી રહ્યા હતા. 

રાવતે કહ્યું કે, પ્રણાલીની ઇમાનદારી અંગે વાસ્તવમાં કંઇ પણ નથી, જો કે જ્યારે પણ આ મુદ્દા પર સવાલ ઉઠે છે, અમે સ્પષ્ટીકરણ આપીએ છીએ. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચે ગત્ત જુલાઇએ સર્વદળીય બેઠકમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, આગળથી તમામ ચૂંટણી વોટર વેરિફિયેબલ પેપર ઓડિટ ટ્રેલ મશીનોની સાથે ઇવીએમનો પ્રયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, મતદાન પ્રક્રિયામાં પારદર્શીતા અને વિશ્વસનીયતા વધારવા માટે ઇવીએમની સાથે વીવીપેટનો પ્રયોગ પણ કરવામાં આવશે. 

રાવતે કહ્યું કે, રાજનીતિક દળો દ્વારા ઇવીએમને સરળતાથી બલિનો બકરો બનાવી દેવામાં આવે છે, કારણ કે આ બોલ નથી સકતા અને રાજનીતિક દળોને પોતાની હારનું કારણ દેખાડવા માટે કોઇને કોઇ વસ્તુની જરૂર હોય છે. તેમણે દાવો કર્યો કે ભારતમાં મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાએ વિશ્વને પ્રભાવિત કર્યું છે. રાવતે કહ્યું કે, વીવીપેટ યુક્ત ઇવીએમથી જ ચૂંટણી થશે. મતપત્રની તરફ પરત ફરવાનો કોઇ સવાલ જ નથી ઉઠતો. 

મુખ્ય ચૂંટણી આયુક્તે કહ્યું કે, આ પ્રશંસા યોગ્ય વાત છેકે આટલી મોટી સંખ્યામાં મતદાતાઓ છાત ચૂંટણી પંચ કેટલાક કલાકોમાં જ પરિણામ આપવા માટે સક્ષણ બન્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં નાણા અને શક્તિનાં પ્રયોગને સમાપ્ત કરવા માટે વ્યાપક પગલા ઉઠાવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news