SC/ST એક્ટમાં આજે સુપ્રીમ કોર્ટને જલદી સુનાવણીની અપીલ કરશે કેંદ્ર, દલિત આંદોલનથી ચિંતિત છે સરકાર

અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર રોકવા)ના અધિનિયમને કથિત રીતે નબળો કરનાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદાની વિરૂદ્ધ કેંદ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર સરકાર જલદી સુનાવણી કરવાની અપીલ કરશે. 

SC/ST એક્ટમાં આજે સુપ્રીમ કોર્ટને જલદી સુનાવણીની અપીલ કરશે કેંદ્ર, દલિત આંદોલનથી ચિંતિત છે સરકાર

નવી દિલ્હી: અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (અત્યાચાર રોકવા)ના અધિનિયમને કથિત રીતે નબળો કરનાર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદાની વિરૂદ્ધ કેંદ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર સરકાર જલદી સુનાવણી કરવાની અપીલ કરશે. દલિત આંદોલનને જોતાં કેંદ્ર સરકાર આ મામલે જલદી સુનવણી ઇચ્છે છે. 

સરકારે સમગ્ર પુનર્વિચાર અરજી પણ દાખલ કરી
જોકે, કેંદ્ર સરકારે સુપ્રીમ કોર્ટેને એસસી/એસટી કાનૂન પર આપેલા પોતાના તાજેતરના ચૂકાદાની સમીક્ષા કરવાનો આગ્રહ કર્યો. સરકારનું કહેવું છે કે ઉચ્ચ કોર્ટના ફેંસલાથી આ સમુદાયના સંવૈધાનિક અધિકારોનું હનન થશે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેંદ્ર સરકાર અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ પર ઉચ્ચ ન્યાયાલયના ચૂકાદામાં કોઇ પક્ષકાર નથી અને તે આ ચૂકાદાની પાછળ આપવામાં આવેલા તર્કથી 'સસન્માન' અસહમત છે. તેમણ કહ્યું કે સરકારે આ મામલે એક સમગ્ર પુનર્વિચાર અરજી પર દાખલ કરી છે. 

સરકાર પુરી ક્ષમતા સાથે ન્યાયાલયમાં તેના પર ચર્ચા કરશે- પ્રસાદ
કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર પુરી ક્ષમતા સાથે સર્વોચ્ચ ન્યાયાલયમાં આ મુદ્દે ચર્ચા કરશે. તેમણે આ મુદ્દે રાજકારણ કરવા માટે કોંગ્રેસ પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ની સરકાર હંમેશાથી ઉપેક્ષિત વર્ગના સમર્થનમાં રહી છે અને ભાજપે જ દેશને દલિત રાષ્ટ્રપતિ આપ્યા છે. 

SC એ આપ્યો હતો આદેશ, આરોપીની તાત્કાલીક ધરપકડ કરવી જરૂરી નથી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 20 માર્ચના રોજ આદેશ આપ્યો હતો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ અંતગર્ત આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી જરૂરી નથી. પ્રાથમિક તપાસ અને સક્ષમ અધિકારીની સ્વિકૃતિ બાદ જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. 

દલિત સંગઠનોએ કર્યું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે એસસી/એસટી એક્ટને કથિત રીતે શિથિલ કરવાના વિરોધમાં સોમવારે દલિત સંગઠનો દ્વારા કરવામાં આવેલા રાષ્ટ્રવાદી બંધની અસર આજે (મંગળવારે) પણ જોવા મળી રહી છે. ઘણા દલિત સંગઠન આજે પણ પ્રદર્શન કરવાની વાત કરી રહ્યાં છે. આ પહેલાં કાલે ઘણા રાજ્યોમાં બંધ દરમિયાન થયેલા પ્રદર્શનનું આજે સામાન્ય જનજીવન પર અસર પડશે. ઘણી જગ્યાએ પ્રદર્શને હિંસક વળાંક લીધો. આ ઘટનાઓથી ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકોને ઇજા પહોંચી છે. બંધની સૌથી વધુ અસર મધ્ય પ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં જોવા મળી, જ્યાં ઘણા સ્થળો પર ઓછામાં ઓછા છ લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકોને ઇજા પહોંચી. 

(ઇનપુટ એજન્સીમાંથી) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news