આતો ગુજરાતી જ કરી શકે! મોદી સરકારે કચરાથી કરી 800 કરોડની કમાણી! જાણો કેવી રીતે કર્યું આ કામ

Modi Government Earned Rs 800 Crore: જેને આખો દેશ કચરો માને છે મોદી સરકારે એ વસ્તુ વેચીને સરકારી તિજોરીમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આખરે સરકારે આ કારનામું કેવી રીતે કર્યું?

આતો ગુજરાતી જ કરી શકે! મોદી સરકારે કચરાથી કરી 800 કરોડની કમાણી! જાણો કેવી રીતે કર્યું આ કામ

Modi Government Earned Rs 800 Crore: સરકારે પોતાની શાનદાર રણનીતિથી દેશને સ્વચ્છ બનાવ્યો જ નહીં, પરંતુ 800 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. તમે આ બચતને આ રીતે સમજી શકો છો કે, સમગ્ર ચંદ્રયાન-3 મિશનનો ખર્ચ 615 કરોડ રૂપિયા થયો હતો. જો કે, સરકારે તેનાથી પણ ઘણા વધારે 800 કરોડ રૂપિયા દેશના ખજાનામાં ઉમેર્યા છે.

ભંગાર વેચીને 800 કરોડ કમાયા
રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે પીએમ મોદીના "સ્વચ્છતા એ સેવા" અને "મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નેન્સ"ના મંત્રને સાર્થક કરતા એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગયા મહિને 2થી 31 ઓક્ટોબર સુધી દેશભરમાં હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન 5.0 હેઠળ ભંગારમુક્ત પહેલને પ્રોત્સાહન આપીને સરકારે 800 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ દેશના પ્રતિષ્ઠિત ચંદ્રયાન-3 મિશનના 615 કરોડ રૂપિયાના બજેટ કરતાં પણ વધું છે.

Add Zee News as a Preferred Source

84 મંત્રાલયોએ ઝુંબેશમાં લીધો ભાગ
આ ઝુંબેશ માત્ર સ્વચ્છતાનું પ્રતીક જ નહીં, પરંતુ વહીવટી કાર્યક્ષમતા અને પારદર્શિતાનું ઉદાહરણ પણ બની. એક મહિના સુધી ચાલેલા આ અભિયાનમાં 232 લાખ ચોરસ ફૂટ કાર્યાલય ક્ષેત્ર સાફ કરવામાં આવ્યું હતું અને આશરે 29 લાખ જૂની ફાઇલો દૂર કરવામાં આવી હતી. આ અત્યાર સુધીની સૌથી મોટી સ્વચ્છતા ઝુંબેશ માનવામાં આવે છે, જેમાં 84 મંત્રાલયો અને વિભાગોએ ભાગ લીધો. વિદેશમાં ભારતીય મિશન પણ તેમાં જોડાયા હતા.

આ 3 સિનિયર મંત્રી રાખતા દેખરેખ
અભિયાનનું સંકલન વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ કરી રહ્યું હતું. જ્યારે કેન્દ્રીય મંત્ર ડો. જીતેન્દ્ર સિંહ, મનસુખ માંડવિયા અને કે. રામ મોહન નાયડુએ તેનું નિરીક્ષણ કર્યું. સરકારી આંકડા અનુસાર, 2021થી લઈને અત્યાર સુધી કેન્દ્ર સરકારે તેમના વિવિધ કાર્યાલયોમાંથી કચરો અને ન વપરાયેલી વસ્તુઓના વેચાણથી લગભગ 4,100 કરોડની કમાણી કરી છે.

'માત્ર સફાઈ જ નહીં, પરંતુ સુશાસનની ક્રાંતિ'
આ અભિયાન દરમિયાન સરકારી ઇમારતોને ધૂળ, ન વપરાયેલી ફાઇલો અને તૂટેલા મશીનોથી દૂર કરવામાં આવી. પરિણામે ઘણા મંત્રાલયોમાં નવી કાર્ય જગ્યા બનાવવામાં આવી અને ડિજિટલાઇઝેશન તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું. સરકારની પહેલથી ખુશ કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે, 'આ માત્ર સફાઈ નથી, પરંતુ સુશાસનની દિશામાં એક ક્રાંતિ છે. ભંગારમાંથી કમાણી અને સ્વચ્છતા એકસાથે આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત બનાવી રહ્યા છે.'

દૂર કરવામાં આવી 137 લાખથીથી વધુ જૂની ફાઇલો 
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષોમાં સરકારે આ અભિયાન દ્વારા 696 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યાનો પુનઃઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. આ સમયગાળા દરમિયાન 137 લાખીથી વધુ જૂની ફાઇલો દૂર કરવામાં આવી. આ ઉપરાંત 12 લાખથી વધુ કાર્યાલય પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનથી કરોડો રૂપિયાની આવકની સાથે-સાથે એ પણ દર્શાવ્યું કે સ્વચ્છતા માત્ર એક જવાબદારી નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું અભિયાન છે. આ ભારતની નવી વિચારસરણીનું પ્રતીક છે, જ્યાં સંસાધનોનો ઉપયોગ, કાર્યક્ષમતા અને પર્યાવરણીય જાગૃતિ એકસાથે ચાલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news