ગુજરાતી ન્યૂઝIndia8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, CGHSની જગ્યાએ નવી સ્કીમ? તમને ફાયદો કે નુકસાન

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, CGHSની જગ્યાએ નવી સ્કીમ? તમને ફાયદો કે નુકસાન

નવા પગાર પંચ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓ હાલ તો કેટલો પગાર કે પેન્શન વધશે તે અંગે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે તમારે CGHSનો વિકલ્પ હોઈ શકે તે અંગે જાણવું પણ જરૂરી છે. 

8th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, CGHSની જગ્યાએ નવી સ્કીમ? તમને ફાયદો કે નુકસાન

8th Pay Commission Update: જો તમે સરકારી કર્મચારીઓ હોવ કે તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારીઓ હોય તો આ સમાચાર તમારા કામના છે. સરકાર તરફથી જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરાઈ છે. નવું પગાર પંચ દશની આર્થિક સ્થિતિ પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શનમાં કેટલા ફેરફારની જરૂર છે તે જણાવશે. મોટાભાગના લોકો એવું માને છે કે પગાર પંચનું કામ ફક્ત એ જણાવવાનું છે કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થવો જોઈએ. 

પગાર હાઈક કે અન્ય ચીજોની સમીક્ષા પણ કરે છે
તમને જણાવી દઈએ કે પગાર પંચનું કામ માત્ર પગાર વધારા વિશે જણાવવાનું નથી હોતું. પંચે અલગ અલગ પ્રકારના ભથ્થાઓ, સુવિધાઓ અને અન્ય ચીજોની પણ સમીક્ષા કરવાની હોય છે. ત્યારબાદ પંચ તરફથી એ સલાહ આપવામાં આવે છે કે કર્મચારીઓના ફાયદા માટે શું શું ફેરફારની જરૂર છે. આવા જ એક ફેરફાર પર છેલ્લા અનેક વર્ષોથી ધ્યાન અપાઈ રહ્યું છે અને તે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ  (CGHS). કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના પર નિર્ભર લોકો CGHS હેઠળ આવે છે. જેનાથી તેમની પૂરી તબીબી દેખભાળ અને તે સંલગ્ન સુવિધાઓ મળે છે. 

Add Zee News as a Preferred Source

શું છે CGHS?
CGHS એ ભારત સરકારની એક હેલ્થકેર સ્કીમ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પર નિર્ભર લોકોને સસ્તા ભાવે કન્સલ્ટેશન, ટ્રીટમેન્ટ, તપાસ અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ એક પ્રકારે સંપૂર્ણ ચિકિત્સા દેખભાળ છે જે સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનર્સને અપાય છે. 

નવું પગાર પંચ નવી હેલ્થ કેર સ્કીમની ભલામણ કરશે?
છેલ્લા ત્રણ પગાર પંચ તરફથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી હેલ્થકેર સ્કીમ શરૂ કરવાની ભલામણ કરાઈ હતી. સરકારની ઈચ્છા હોવા છતાં આ યોજના હજુ સુધી લાગૂ થઈ શકી નથી. ગત સમિતિઓ તરપથી નવી હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમની ભલામણ એ ધ્યાનમાં રાખીને કરાઈ કે CGHSની પહોંચ ખુબ સિમિત છે. તેની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. આ  કારણસર અગાઉના પગાર પંચોએ એ મહેસૂસ કર્યું કે એક એવી હેલ્થકેર સ્કીમની જરૂર છે જે સંપૂર્ણ હોય અને તેનો સરળતાથી ઉપયોગ થઈ શકે. 

છઠ્ઠા અને સાતમા પગાર પંચની શું હતી ભલામણ
છઠ્ઠા પગાર પંચ તરફથી ભલામણ કરાઈ હતી કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક વૈકલ્પિક હેલ્થકેર સ્કીમ શરૂ કરવામાં આવે. તેમાં કર્મચારીઓ એક નિર્ધારિત યોગદાન આપીને પોતાની ઈચ્છામુજબ સામેલ થઈ શકે છે. પંચે એ પણ ભલામણ કરી હતી કે ભવિષ્યમાં નોકરીમાં આવનારા નવા કર્મચારીઓ માટે આ યોજનાને જરૂરી કરી દેવામાં આવે. આ પ્રકારે સાતમાં પગાર પંચે સ્પષ્ટ કહ્યું હતું કે તમામ કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારોને લાંબા સમયગાળા સુધી સારી ચિકિત્સા સુરક્ષા આપવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સ એક સારો વિકલ્પ છે. પગાર પંચ તરફથી હેલ્થકેર સ્કીમને લાગૂ કરવાની ભલામણ કરાઈ હતી. 

હવે શું છે સરકારનો પ્લાન
ફાઈનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે જાન્યુઆરી 2025માં એવા રિપોર્ટ્સ આવ્યા કે હેલ્થ મિનિસ્ટ્રી CGHS ની જગ્યાએ ઈન્શ્યોરન્સ બેઝ્ડ સ્કીમ લાવી શકે છે. આ યોજનાનું નામ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈ એન્ડ પેન્શનર્સ હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ (CGEPHIS) હોઈ શકે છે. યોજનાને ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર યુનિટ IRDAI માં રજિસ્ટર્ડ ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા લાગૂ થઈ શકે છે. જો કે સરકાર તરપથી આ અંગે હજુ સુધી કોઈ જ અધિકૃત પુષ્ટિ કરાઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news