નવી દિલ્હીઃ જ્યારે દેશ કોરોના વાયરસ વેક્સિનના સંકટનો સામનો કરી રહ્યું છે, કેન્દ્ર સરકારે ગુરૂવારે કહ્યું કે, ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે પાંચ મહિનામાં દેશમાં બે અબજથી વધુ ડોઝ ઉપલબ્ધ થશે, જે દેશની વસ્તી માટે પર્યાપ્ત હશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે તે પણ કહ્યુ કે, રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વી આગામી સપ્તાહે ઉપલબ્ધ થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં જ્યારે ઘરેલૂ માંગ પૂરી થઈ રહી નથી, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગણા સહિત ઘણા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોરોના વાયરસ વિરોધી રસીની ખરીદ માટે વૈશ્વિક ટેન્ડરનો વિકલ્પ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. 


રસીની કમીનો સ્વીકાર કરતા પોલે કહ્યુ કે, રસી મહત્વપૂર્ણ છે, પરંતુ તેના ઉત્પાદન અને ઉપલબ્ધ કરાવવામાં સમય લાગે છે. આપણે એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ જ્યારે આપૂર્તિ સીમિત છે. 


'તમારી પાસે પર્યાપ્ત વેક્સિન નથી અને તમે પરેશાન કરતી કોલર ટ્યૂન સંભળાવી રહ્યાં છો'


તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયની એક બ્રીફિંગમાં કહ્યું- તેથી આપણે પ્રાથમિકતા નક્કી કરી. તેથી ભારત સરકાર દ્વારા ફ્રી રસી આપવામાં આવી, મુખ્ય ધ્યાન જોખમ વાળા ઉંમર વર્ગ પર હતી. આપણે તે ધ્યાન રાખવું પડશે. 


પરંતુ તેમણે કહ્યું કે, વર્ષના અંત સુધી દેશની તમામ જનસંખ્યાના રસીકરણ માટે દેશમાં પૂરતી રસી ઉપલબ્ધ હશે. 


પોલે કહ્યું, ભારત અને દેશના લોકો માટે દેશમાં પાંચ મહિનામાં બે અબજથી વધુ ડોઝ બનાવવામાં આવશે. રસી બધા માટે ઉપલબ્ધ થશે. તેણણે કહ્યું કે, આગામી વર્ષના પ્રથમ ક્વાર્ટર સુધી આ સંખ્યા ત્રણ અબજ થવાની સંભાવના છે. 


ભારત બાયોટેક સિવાય બીજી કંપનીઓ પણ કરી શકે છે કોવેક્સીનનું ઉત્પાદન, સરકારે આપ્યા સંકેત


તેમણે કહ્યું કે, ઓગસ્ટથી ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝના ઉત્પાદનનું અનુમાન છે, જેમાં કોવિશીલ્ડના 75 કરોડ ડોઝ જ્યારે કોવૈક્સીનના 55 કરોડ ડોઝ સામેલ હશે. 


આ સિવાય બાયોલોજિકલ ઈ દ્વારા 30 કરોડ ડોઝ, ઝાયડસ કેડિલા5 કરોડ,, સીરમ દ્વારા નોવાવૈક્સના 20 કરોડ ડોઝ અને ભારત બાયોટેક દ્વારા તેની નોઝલ વેક્સીનના 10 કરોડ ડોઝ, જેનોવાના 5 કરોડ ડોઝ અને સ્પુતનિક વીના 15.6 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube