મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ભારતની જીતની ઉજવણી કરતા લોકો પર પથ્થરમારો, બે પક્ષો વચ્ચે અથડામણ, આગચંપી પણ કરાઈ
જે ટુર્નામેન્ટને હોસ્ટ પાકિસ્તાને કરી હતી તે ટ્રોફી ભારતે જીતી લીધી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતની જીત બાદ દેશભરમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી. પરંતુ ઈન્દોરના મહુમાં આ ઉજવણી હિંસક બની ગઈ. જાણો વિગતો.
Trending Photos
મધ્ય પ્રદેશના ઈન્દોરના મહુમાં રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ જે ઉજવણી થઈ તે દરમિયાન બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ. જશ્ન મનાવી રહેલા લોકો પર બીજા સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટના શહેરના જામા મસ્જિદની પાસે ઘટી. જોત જોતામાં તો વિવાદ એટલો વધી ગયો કે અનેક દુકાનો અને ગાડીઓમાં આગચંપી થઈ. વિવાદના કરાણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.
શું છે મામલો
મળતી માહિતી મુજબ મહુ વિસ્તારમાં ભારતની જીત બાદ લોકોએ જીતનું જૂલુસ કાઢ્યું. આ જૂલુસ જ્યારે મસ્જિદ પાસે પહોંચ્યુ તો બે પક્ષો વચ્ચે ગરમાગરમી થઈ. જોતજોતામાં તો હિંસક રૂપ ધારણ કરી લીધુ. ઉપદ્રવીઓએ જશ્ન મનાવી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કરી દીધો. જેના કારણે અનેક લોકો ઘાયલ થયા. ત્યારબાદ વાહનોમાં તોડફોડ કરવા માંડી. બે ગાડીઓ અને બે દુકાનોમાં આગ પણ લગાવી દીધી. મામલો એટલો વધી ગયો કે પોલીસે ત્યાં પહોંચીને લાઠીચાર્જ કરવો પડ્યો.
ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા. સ્થિતિને કાબૂમાં કરવા માટે ઈન્દોર ગ્રામીણ અને ઈન્દોર શહેર પોલીસ ફોર્સ ઘટના સ્થળે તૈનાત કરાઈ. મામલાને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. આ ઉપરાંત સેનાના જવાનો પણ તૈનાત કરાયા. પોલીસે જણાવ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે પરંતુ વધારાની પોલીસ ફોર્સ તૈનાત રહેશે. આ સાથે ઘટનામાં સામેલ લોકોની ઓળખ થઈ રહી છે અને આરોપીઓ પર કડક કાર્યવાહી કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે