ચંદ્રની ખુબ જ નજીક પહોંચ્યું Chandrayaan-2, અંતિમ કક્ષામાં સફળતાપુર્વક દાખલ

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) નું Chandrayaan-2 ચંદ્રની વધારે નજીક પહોંચી ચુક્યું છે. Chandrayaan-2 હવે ચંદ્રના અંતિમ એટલે કે પાંચમી કક્ષામાં પહોંચી ચુક્યું છે. રવિવારે એટલે કે આજે 1 સપ્ટેમ્બર 2019ના દિવસે ભારતીય સમયાનુસાર સાંજે 06.21 વાગ્યે Chandrayaan-2 સફળતાપુર્વક ચંદ્રની પાચમી કક્ષામાં દાખલ થયું. એડવાન્સ ઓનબોર્ડ પ્રપોલશન સિસ્ટમનો ઉપયોગ કરીને Chandrayaan-2 પાંચમી કક્ષામાં સફળતાપુર્વક દાખલ થયું.
ચંદ્રની ખુબ જ નજીક પહોંચ્યું Chandrayaan-2, અંતિમ કક્ષામાં સફળતાપુર્વક દાખલ

હૈદરાબાદ : ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) નું Chandrayaan-2 ચંદ્રની વધારે નજીક પહોંચી ચુક્યું છે. Chandrayaan-2 હવે ચંદ્રના અંતિમ એટલે કે પાંચમી કક્ષામાં પહોંચી ચુક્યું છે. રવિવારે એટલે કે આજે 1 સપ્ટેમ્બર 2019ના દિવસે ભારતીય સમયાનુસાર સાંજે 06.21 વાગ્યે Chandrayaan-2 સફળતાપુર્વક ચંદ્રની પાચમી કક્ષામાં દાખલ થયું. એડવાન્સ ઓનબોર્ડ પ્રપોલશન સિસ્ટમનો ઉપયોગ કરીને Chandrayaan-2 પાંચમી કક્ષામાં સફળતાપુર્વક દાખલ થયું.

GDP બાદ સરકારને GST ના મોર્ચે પણ મોટો ઝટકો, કલેક્શનમા મોટો ઘટાડો થયો
Chandrayaan-2 ને કક્ષા બદલવામાં 52 સેકન્ડનો સમય લાગ્યો. સ્પેસ ક્રાફ્ટનાં તમામ પેરામીટર્સ નોર્મલ છે. હવે ઓપરેશનમાં વિક્રમ લેન્ડર Chandrayaan-2 ઓરબિટરથી અલગ થશે. આ ઓપરેશન 2 સપ્ટેમ્બર બપોરે 12.45 વાગ્યાથી 01.45 વાગ્યે (ભારતીય સમય અનુસાર) વચ્ચે પુર્ણ થશે. 3 સપ્ટેમ્બરે પહેલું ડીઓર્બિટ અને 4 સપ્ટેમ્બરે બીજુ ડીઓર્બિટ પુર્ણ થશે. તેનો અર્થ છે કે 4 સપ્ટેમ્બરે વિક્રમ લેંડર ચંદ્રની સૌથી નજીક હશે.

— ISRO (@isro) September 1, 2019

પશ્ચિમ બંગાળ: સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં BJPનું બંધનુ આહ્વાન
7 સપ્ટેમ્બરે સૌથી મોટો પડકાર
વિક્રમ લેન્ડર 35 કિલોમીટરની ઉંચાઇએતી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું ચાલુ કરશે. આ ઇસરો વૈજ્ઞાનિકો માટે ખુબ જ પડકારજનક કામ હશે. વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર હાજર બે ક્રેટર મોજિનસ-સી અને સિંપેલિયસ-એન વચ્ચે રહેલા મેદાનમાં ઉતરસે. લેંડર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચંદ્રની સપાટી પર ઉતરશે. આ 15 મિનિટ ખુબ જ તણાવપુર્ણ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news