ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

Updated By: Oct 17, 2019, 11:02 PM IST
ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

બેંગલુરુઃ ચંદ્રયાન-2એ(Chandrayaan-2) ચંદ્રની સપાટીની ચમકદાર અને સુંદર તસવીર મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) દ્વારા ગુરુવારે આ તસવીર જાહેર કરાઈ હતી. ચંદ્રયાન-2માં ફીટ કરવામાં આવેલા ઈમેજિંગ ઈન્ફ્રારેટ સ્પોક્ટ્રોમીટર(Imaging Infrared Spectrometer -IIRS) દ્વારા મોકલવામાં આવેલી આ તસવીરમાં ચંદ્ર પર કેટલાક ખાડા પણ જોવા મળી રહ્યા છે. 

IIRSને એવી રીતે ડિઝાઈન કરાયું છે, જેથી તે ચંદ્રની સપાટી પરથી પરાવર્તિત થતા સૂર્યના પ્રકાશને માપી શકે. ઈસરોના જણાવ્યા અનુસાર, IIRSને ચંદ્રની સપાટી પર પરાવર્તિત સૂર્યના કિરણો ઉપરાંત ચંદ્રની સપાટી પર રહેલા ખનિજોને શોધી કાઢવા માટે પણ ડિઝાઈન કરાયું છે. 

નીતિ આયોગના સૌ પ્રથમ 'ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2019'માં કર્ણાટક ટોચનું રાજ્ય

અગાઉ પણ મોકલ્યો હતો ફોટો
ઈસરો દ્વારા આ અગાઉ પણ ચંદ્રની સપાટીની એક તસવીર બહાર પાડવામાં આવી હતી. એ તસવીર ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં ફીટ કરેલા હાઈ રિઝોલ્યુશન કેમેરાથી ખેંચવામાં આવી હતી. આ તસવીરમાં ચંદ્રની સપાટી પર નાના અને મોટા ખાડા દેખાતા હતા. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

.