ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી

ઈસરોના ચીફ સિવને રવિવારે જણાવ્યું કે, રવિવારે સાંજે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોન્ચિંગના સમયે ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળી દેવાયું હતું, આ ખામીને હવે દૂર કરી દેવાઈ છે   

Updated By: Jul 21, 2019, 05:02 PM IST
ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો) સોમવારે ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈસરોના વડા સિવને રવિવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રવિવારે સાંજે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લોન્ચિંગના સમયે ટેક્નિકલ ખામીને કારણે લોન્ચિંગ ટાળી દેવાયું હતું, આ ખામીને હવે દૂર કરી દેવાઈ છે. 

આ અગાઉ 15 જુલાઈના રોજ ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ કરવાનું હતું, પરંતુ પ્રક્ષેપણના નક્કી સમયના બરાબર એક કલાક પહેલા તેને અટકાવી દેવાયું હતું. બે દિવસ પહેલા જ ઈસરોએ ટ્વીટ કરી હતી કે, "ટેક્નીકલ ખામીના કારણે 15 જુલાઈ, 2019ના રોજ અટકાવી દેવાયેલું ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ હવે ભારતીય સમય અનુસાર સોમવારે 22, જુલાઈ, 2019ના રોજ બપોરે 2.43 કલાકે કરવામાં આવશે."

ઈસરોએ પોતાના જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ GSLV MKIIમાં આવેલી ટેક્નીકલ ખામીને દૂર કરી દીધી છે. ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન રવિવારે સાંજે શરૂ કરવામાં આવશે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....