છત્તીસગઢ: શિક્ષણ વિભાગે જાહેર કરી નોટીસ, PM મોદીની 'મનની વાત' સાંભળવી અનિવાર્ય

રાજ્યની સ્કૂલોમાં વડાપ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમ સાંભળવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. જો કે વડાપ્રધાન નરેંદ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ સંબોધનમાં પીએમ મોદી જણાવશે કે બાળકો પરીક્ષાના તણાવને કેવી રીતે ઓછો કરે. એટલા માટે આ સંબોધન બધા બાળકોને ફરજિયાત સાંભળવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક નોટીસ જાહેર કરી આ વાતની જાણકારી આપી છે.  

Updated By: Feb 14, 2018, 03:20 PM IST
છત્તીસગઢ: શિક્ષણ વિભાગે જાહેર કરી નોટીસ, PM મોદીની 'મનની વાત' સાંભળવી અનિવાર્ય

રાયપુર: રાજ્યની સ્કૂલોમાં વડાપ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમ સાંભળવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. જો કે વડાપ્રધાન નરેંદ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. આ સંબોધનમાં પીએમ મોદી જણાવશે કે બાળકો પરીક્ષાના તણાવને કેવી રીતે ઓછો કરે. એટલા માટે આ સંબોધન બધા બાળકોને ફરજિયાત સાંભળવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક નોટીસ જાહેર કરી આ વાતની જાણકારી આપી છે.  

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ છઠ્ઠાથી બારમા સુધીના વિદ્યાર્થીઓને આકાશવાણી અને દૂરદર્શન પર 16 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે આવનાર સંદેશને સંભળાવવામાં આવશે. તેમની સાથે શિક્ષણ, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ અને બીએડ અને ડીએડના વિદ્યાર્થીઓને આ સંદેશ સાંભળવાનો રહેશે.

વિભાગે આ સંબંધમાં બધા જિલ્લા અધિકારીઓને પત્ર લખીને તેની અનિવાર્યતા સુનિશ્વિત કરવાનો પણ આદેશ આપ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને સંદેશ સાંભળવાની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે. 

નોટિસમાં કહેવામાં આવ્યું છે- 
''તારીખ 16 ફેબ્રુઆરી 2018ના રોજ સવારે 11 થી 12 વાગે જિલ્લામાં સંચાલિત સમસ્ત માધ્યમિક શાળાઓ તથા હાયર સેકેંડરી સ્કૂલોના ધોરણ 6થી 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી સંદર્ભમાં માનનીય વડાપ્રધાન મહોદય દ્વારા બાળકોમાં પરીક્ષાના તણાવ કેવી રીતે ઓછો કરે આ સંદર્ભમાં સીધા ઇન્ટરનેટ, ટીવી, રેડિયોના માધ્યમથી લાઇવ પ્રસારણ સાંભળી શકે છે.'' આગળ લખ્યું કે આ પ્રસારણને સાંભળવા માટે જરૂરી તૈયારીઓ સુનિશ્વિત કરે.