ચૂંટણી પંચના પ્રતિબંધનો CM યોગીએ નીકાળ્યો તોડ, હનુમાન સેતુ મંદિરમાં કરી પૂજા-અર્ચના
ચૂંટણી પંચની તરફથી સીએમ યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવું સામેલ નથી. પ્રચાર ન કરી શકવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગીએ આ તોડ નીકાળ્યો છે.
લખનઉ: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર મંગળવારરે 72 કલાકના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ બુધવાર (16 એપ્રિલ)ના સવારે સીએમ યોગી લખનઉના હનુમાન સેતુ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે પૂજા-અર્ચના કરી ભગવાનના આશીષ મેળવ્યા.
વધુમાં વાંચો:
સવારે મંદિર પહોંચ્યા સીએમ યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સવારે લગભગ 9 વાગે હનુમાન સેતુ મંદિર પહોંચ્યા. તે દરમિયાન મંદિરમાં સીએમ યોગી આદિત્યનાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ચૂંટણી પંચની તરફથી સીએમ યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવું સામેલ નથી. પ્રચાર ન કરી શકવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગીએ આ તોડ નીકાળ્યો છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...