#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે 'ઓડિયો ટેપ બોમ્બ' ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા 'ભ્રષ્ટાચારના ખેલ'નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે. 

#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે 'ઓડિયો ટેપ બોમ્બ' ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ચાલુ છે. આ બધા વચ્ચે ઝી ન્યૂઝ પાસે કેટલીક વિસ્ફોટક ઓડિયો ટેપ આવી છે. જેનાથી પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા 'ભ્રષ્ટાચારના ખેલ'નો ખુલાસો થઈ રહ્યો છે કે કેવી રીતે કટમની સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સુધી પહોંચી રહી છે. 

કૌલસા કૌભાંડ સાથે છે સંબંધ
તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળેલી આ ઓડિયો ટેપમાં કોલસા તસ્કરીના આરોપી અનૂપ માંઝીના નીકટના ગણેશ બાગરિયાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ વાતચીત સાંભળ્યા બાદ સીધી આંગળી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા પર ઊઠી રહી છે. જો કે ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી. 

અઢી વર્ષમાં 40 કરોડની કટમની!
પહેલી ઓડિયો ટેપમાં કોઈ મોટા એવન્યૂ વાત થઈ રહી છે. વાતચીત કરનારાઓમાં એક ગણેશ બાગરિયા છે જે કોલસા કૌભાંડમાં આરોપી અનૂપ માંઝીનો સૌથી નીકટનો ગણાય છે. જ્યારે બીજી ઓડિયો  ક્લિપમાં એવી વાતચીત થઈ રહી છે કે મમતા બેનર્જી રાજકારણમાં જેટલા ઉપર જવાની કોશિશ કરે છે, તેમનો ભત્રીજો અભિષેક બેનર્જી તેમને એટલા જ નીચે લાવે છે. જ્યારે ત્રીજી ઓડિયો ક્લિપમાં એવી વાતચીત થઈ રહી છે કે કેવી રીતે 2થી અઢી વર્ષમાં 40 કરોડ રૂપિયાની કટમની અભિષેક બેનર્જી સુધી પહોંચે છે. આ પૈસો કેવી રીતે પહોંચે છે તેની રીત પણ ઓડિયો ક્લિપમાં જણાવવામાં આવી છે. 

જુઓ VIDEO: 

ધૃતરાષ્ટ્ર જેવા છે મમતા, નિર્ણય લે છે અભિષેક
આ ઉપરાંત અન્ય એક ઓડિયો ટેપ પણ સામે આવી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મમતા બેનર્જી ધૃતરાષ્ટ્રની જેમ બેઠા છે અને તેમના તમામ નિર્ણયો અભિષેક બેનર્જી લે છે. આ જ કારણે ટીએમસીના અનેક નેતાઓ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે અથવા તો જવાના છે. આ ઓડિયોમાં ગણેશ બાગરિયાનો અવાજ પણ આવી રહ્યો છે. છેલ્લી ક્લિપમાં ગણેશે કહ્યું કે અભિષેક બેનર્જીના ખુબ જ ખાસ વિનય મિશ્રાએ સીધે સીધુ એક્સાઈઝ કમિશનર પાસે પૈસા માંગ્યા. એટલું જ નહીં અભિષેક બેનર્જીએ કોલસા ખાણના માલિકો પાસેથી પણ સીધા પૈસા માંગ્યા. 

ભાજપે કહ્યું-'મમતા રાજમાં વસૂલી ઉદ્યોગ ચાલી રહ્યો છે'
ઝી ન્યૂઝના આ ખુલાસા બાદ શનિવારે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી અને બંગાળના સીએમ મમતા બેનર્જીને પૂછ્યું કે 'દીદી ક્યાં યહી ખેલા હોબે હૈ? મમતા દીદી જો તમારામાં થોડી પણ શરમ રહી હોય તો તમે જબરદસ્તીથી વસૂલી રેકેટ ચલાવવા બદલ જનતા પાસે માફી માંગો.'

વસૂલી કરનારાઓને સરકારી તંત્રનો સપોર્ટ
દિલ્હી સ્થિતિ ભાજપ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે ઓડિયો ટેપમાં ચાલતા તથ્યો ખુબ ચિંતાજનક છે. બંગાળમાં મમતા બેનર્જીના નાક નીચે ભ્રષ્ટાચાર અને કટમનીની સિન્ડિકેટ ચાલે છે. વસૂલી કરનારા સરકારી તંત્રનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે. આ વસૂલી ભ્રષ્ટાચાર ટોળાબાજી સીએમની આંખ નીચે થઈ રહી છે અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના નીકટના વિનય મિશ્રા સંભાળી રહ્યા છે. મિશ્રાએ જ વસૂલીના ટાર્ગેટ આપી રહ્યા છે. મહિનાનો ટાર્ગેટ 40 કરોડથી 900-1000 કરોડ સુધી કહેવાઈ રહ્યો છે જે ખરેખર ચિંતાજનક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news