કેજીરવાલની LG સાથે મુલાકાત: કહ્યું- ફરી નહી બને આવી અપ્રિય ઘટના

અધિકારીઓ ઓફીસ પર નહી આવતા હોવાનાં કારણે ઘણા કામ અટકેલા પડ્યા હોવાની કેજરીવાલની અરજ

કેજીરવાલની LG સાથે મુલાકાત: કહ્યું- ફરી નહી બને આવી અપ્રિય ઘટના

નવી દિલ્હી : દિલ્હીનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશની સાથે મારપીટ બાદ દિલ્હીની રાજનીતિમાં હોબાળો થઇ ચુક્યો છે. અધિકારીઓએ દિલ્હી સરકાર સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અધિકારી સરકારની કોઇ પણ બેઠકમાં જોડાઇ નથી રહ્યું. દિલ્હીમાં પેદા થયેલ આ સ્થિતી પર કામકાજ અટવાઇ રહ્યું છે. આ મુદ્દે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે શુક્રવારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકારોને જણાવ્યું કે, ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમણે દિલ્હી ખાતે માહિતી આપી હતી.

મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલને માહિતી આપી કે, અધિકારીઓ છેલ્લા 2-3 દિવસથી ન તો ઓફીસ પર આવી રહ્યા છે ન તો કોઇ મંત્રીનાં ફોન ઉઠાવી રહ્યા છે. અધિકારીઓએ ન તો કોઇ મહત્વપુર્ણ બેઠકો રદ્દ કરવી પડી.તેમણે જણાવ્યું કે, ઉપરાજ્યપાલે કહ્યું કે તેઓ અધિકારીઓ સાથે વાત કરશે. તેમણે આશ્વાસન આપ્યું કે, અધિકારી દિલ્હી સરકારનાં કામકાજમાં સહયોગ કરશે. કામમાં કોઇ પણ પ્રકારની રૂકાવટ નહી આવે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ઉપરાજ્યપાલે કહ્યું કે, તેઓ અધિકારીઓ તરફથી આશ્વાસન આપે છે કે અધિકારી દિલ્હી સરકારની દરેક બેઠકમાં હાજર રહેશે અને મંત્રીઓ સાથે કામ કરશે.

ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું કે, દિલ્હી સરકારે પણ પોતાની રીતે આશ્વાસન આપ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ હવે ન બને તેનું ધ્યાન રાખે. આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ બાલિયાને શુક્રવારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તમ નગરાં એક જનસભા સંબોધિત કરતા બાલિયાને કહ્યું કે, જે મુખ્ય સચિવ સાથે થયું જે તેમણે ખોટા આરોપો લગાવ્યા હું તો કહી રહ્યો છું એવા અધિકારીઓને ઠોકવા જોઇએ. તેમણે કહ્યું કે, જે અધિકારી સામાન્ય જનતાનાં કામમાં આડખીલી રૂપ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news