Coal Crisis: ગુજરાત સહિત દેશમાં કેમ છવાયું વીજળી સંકટ? સામે આવ્યા આ બે મોટા કારણ
વિદેશથી આયાત કરાયેલા કોલસા (Coal) ના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તેના કારણે કોલસાની આયાત ઘટી છે. આની અસર કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ પર પડી રહી છે.
નવી દિલ્હી: વિદેશથી આયાત કરાયેલા કોલસા (Coal) ના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તેના કારણે કોલસાની આયાત ઘટી છે. આની અસર કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ પર પડી રહી છે.
આ બે કારણોથી ઉભી થઈ કોલસાની કટોકટી
સૂત્રોના જણાવ્યા અનુસાર કોલસાની અછત (Coal Crisis) ને કારણે દિલ્હી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટી ઘેરી બની છે. દેશના ઘણા વિસ્તારોમાં આ વર્ષના અંત સુધી વરસાદના કારણે કોલસાનો પુરવઠો પણ ખોરવાયો છે. આ બે કારણોસર વીજ ઉત્પાદન ક્ષેત્ર ડબલ દબાણ હેઠળ છે. પરિણામે, કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ તેમની ક્ષમતાના અડધા કરતા પણ ઓછું ઉત્પાદન કરી રહ્યા છે.
Rakesh Tikait એ કહ્યું- લખીમપુરમાં હિંસા એક્શનનું રિએક્શન
કોલસાની ગેરહાજરીને કારણે વીજ ઉત્પાદન થયું પ્રભાવિત
સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે કોલસા (Coal Crisis) નું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જો કે, લાંબા સમય સુધી સક્રિય ચોમાસાને કારણે કોલસાની ખાણોમાંથી પાવર પ્લાન્ટ્સ સુધી કોલસાનો પુરવઠો ખૂબ પ્રભાવિત રહ્યો. જેના કારણે ગુજરાત, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતના ઘણા રાજ્યોમાં વીજ ઉત્પાદન પર ઉંડી અસર થવા પામી છે.
આ ગામના જમાઈ હતા રાવણ, પુત્રવધુઓ કાઢે છે લાજ, નવદંપતિ રાવણની પૂજા બાદ કરે છે ગૃહપ્રવેશ
કંપનીઓએ વીજળી કાપ માટે તૈયાર રહેવા કહ્યું
ઘણા પાવર પ્લાન્ટ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ માત્ર બે દિવસનો કોલસો (Coal Crisis) બાકી હોવાનો દાવો કરતા લોકોને વીજ કાપ (Electricity Crisis) નો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ગુજરાતને 1850 મેગાવોટ, પંજાબને 475, રાજસ્થાનને 380, મહારાષ્ટ્રને 760 અને હરિયાણાને 380 મેગાવોટ સપ્લાય કરતી ટાટા પાવરે ગુજરાતના મુન્દ્રામાં તેના આયાતી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન બંધ કરી દીધું છે. અદાણી પાવરનું મુન્દ્રા યુનિટ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
'કોરોના વેક્સીન લગાવો, ફ્રી ન્યૂડ ફોટો મેળવો', આ મોડલે આપી ખાસ ઓફર
દેશમાં કોલસાનો પૂરતો ભંડાર: કોલસા મંત્રાલય
ત્યારે કોલસા મંત્રાલયનું કહેવું છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં કોલસાનો ભંડાર છે અને માલ સતત ભરાઈ રહ્યો છે. કોલસા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, “ખાણોમાં આશરે 40 મિલિયન ટન અને પાવર પ્લાન્ટમાં 7.5 મિલિયન ટનનો ભંડાર છે. વધુ વરસાદને કારણે ખાણો છલકાઈ ગઈ હોવાથી ખાણોમાંથી પાવર પ્લાન્ટ સુધી કોલસાનું પરિવહન એક સમસ્યા છે. હવે તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પુરવઠો વધી રહ્યો છે.
OMG: 100 ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પડ્યો શખ્સ, ઉભો થઈ બોલ્યો- 'શું થયું છે'
દિલ્હી-આંધ્રના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને લખ્યો પત્ર
દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીજળી સંકટ (Electricity Crisis) અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આવી પરિસ્થિતિ ન બને તેની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ પણ પ્રધાનમંત્રીને આવો જ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, 'લણણીના છેલ્લા તબક્કામાં વધુ પાણીની જરૂર છે. આવી સ્થિતિમાં જો પાણી ન મળે તો ખેતરો સુકાઈ જાય છે અને ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube