Corona: લ્યો બોલો... હવે મૃતદેહના અંતિમ સંસ્કાર પર પણ વેપાર, મળશે બેઝિકથી લઇ ગોલ્ડ પેકેજ

કોરોના મહામારીએ (Coronavirus) સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. ત્યારે દરરોજ કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે છે. દરરોજ સામે આવતા મોતના (Death) આંકડા લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે

Corona: લ્યો બોલો... હવે મૃતદેહના અંતિમ સંસ્કાર પર પણ વેપાર, મળશે બેઝિકથી લઇ ગોલ્ડ પેકેજ

નવી દિલ્હી: કોરોના મહામારીએ (Coronavirus) સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. ત્યારે દરરોજ કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈને પોતાનો જીવ ગુમાવે છે. દરરોજ સામે આવતા મોતના (Death) આંકડા લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. આ આફતના સમયમાં પણ લોકો 'તક' શોધી કાઢે છે. લોકોએ મોત બાદનો કારોબાર શરૂ કરી દીધો છે. મૃતકોના અંતિમ અંતિમ સંસ્કારનો વેપાર શરૂ કરી દીધો છે. ઘણા શહેરોમાં અંતિમ સંસ્કાર માટે કોર્પોરેટ સ્ટાઇલમાં પેકેજ (Funeral Packages) ઓફર કરવામાં આવી રહ્યા છે.

30 થી 40 હજારમાં સંપૂર્ણ પેકેજ
જો કે, કોરોના સંક્રમિત વ્યક્તિના મોત બાદ અંતિમ સંસ્કાર પણ તમામ બચાવ અને સાવધાની સાથે કરવા ખુબ જ જરૂરી છે. ઘણા શહેરોમાંથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, અંતિમ સંસ્કાર માટે વેટિંગ ચાલી રહ્યું છે. કોઈ કબ્રસ્તાનમાં જગ્યા નથી તો કોઈ જગ્યાએ લાકડા ઓછા પડી રહ્યા છે. એવામાં કેટલીક કંપનીઓએ અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા કરવાની ઓફર આપી રહી છે. આ માટે 30 થી 40 હજાર રૂપિયા સુધીના પેકેજો આપવામાં આવી રહ્યા છે.

માર્કેટિંગ ટીમ લઈ રહી છે ઓર્ડર
TOI ના એક રિપોર્ટ અનુસાર આવી ઘણી કંપનીઓ બજારમાં આવી છે. એક કંપની ભારતના 7 શહેરોમાં સેવા આપી રહી છે. કંપનીએ ગ્રાહકને સપોર્ટ માટે નંબર જાહેર કર્યો છે. ગ્રાહકોને કંપનીના ફોન નંબર પર માહિતી આપવામાં આવી રહી છે, ત્યારબાદ તેની માર્કેટિંગ ટીમ ક્ષેત્રમાં ફરી રહી છે. આ ટીમ ઓર્ડર લઈ રહી છે.

ગોલ્ડ-બેઝિક... અલગ-અલગ છે પેકેજ
બેંગ્લોરની 'અંત્યેષ્ટિ ફ્યૂનરલ સર્વિસ' કંપની હૈદરાબાદ, ચેન્નાઈ, દિલ્હી, જયપુર જેવા શહેરોમાં સેવા આપી રહી છે. કંપનીએ હૈદરાબાદમાં 32 હજાર રૂપિયાનું પેકેજ રાખ્યું છે. જેમાં પંડિતથી લઇને દરેક વ્યવસ્થા કંપની દ્વારા જ કરવામાં આવે છે. હૈદરાબાદની બીજી કંપની 'ફ્યુનરલ સર્વિસ સર્વિસ' પણ આ કામમાં લાગી ગઈ છે. આ કંપનીએ ગોલ્ડ અને બેઝિક નામના બે પેકેજો રાખ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news