Delhi Violence: તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત


દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે. 
 

 Delhi Violence: તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત

નવી દિલ્હીઃ દિલ્હી હિંસાને લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, હિંસામાં હિન્દુ અને મુસલમાન બધાને નુકસાન થયું છે. આ દરમિયાન તેમણે વળતરની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોની સારવાર ફ્રીમાં કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તો પર ફરિશ્તે યોજના લાગૂ થશે. આ દરમિયાન તેમણે મૃતકોના પરિવારનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. 

સીએમ અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, સામાન્ય ઈજાગ્રસ્તોને 20-20 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. હિંસામાં જેની રિક્ષાને નુકસાન થયું છે તેને 25 હજાર, ઈ રિક્ષા માટે 50 હજાર, જેનું ઘર સળગ્યું છે તેને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય જેની દુકાનો સળગી છે તેના માટે પણ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. 

— ANI (@ANI) February 27, 2020

— ANI (@ANI) February 27, 2020

દિલ્હીના સીએમે કહ્યું કે, જેના પશુ સળગી ગયા છે તેને પાંચ હજાર પ્રતિ પશુ આપવામાં આવશે. જેના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સળગી ગયા છે તેના દસ્તાવેજો બનાવી આપવામાં આવશે. તેના માટે કેમ્પ લાગશે. સીએમે કહ્યું કે, સરકાર પીડિતોને ફ્રીમાં ભોજન પહોંચાડશે. હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. તમામ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કમિટીઓ સક્રિય થશે. 

તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર તરફથી જે પગલા અમે ભરી શકતા હતા તે અમે ભર્યા છે. કાલથી હિંસાની ઘટનામાં ઘટાડો થયો છે. આજે અમે ઘણી બેઠક કરી છે. 

તાહિર હુસૈન પર શું બોલ્યા સીએમ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનને લઈને જ્યારે અરવિંદ કેજરીવાલને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તોફાનો પર રાજનીતિ ન થવી જોઈએ. મારી પાસે પોલીસ નથી. હું કેમ પગલાં ભરી શકું. તાહિર હુસૈન હોય કે અન્ય કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ. સીએમે કહ્યું કે, જો કોઈ આમ આદમી પાર્ટીના નેતા પકડાય છે તો તેને જે સજા હોય તેના કરતા ડબલ સજા આપો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news