કર્ણાટકમાં કોંગ્રેસ JDS ગઠબંધન અવસરવાદી છે: પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ માટે ઇવીએમ ત્યારે સારી થઇ જાય છે, પરંતુ મુદ્દો એવો છે કે તેઓ ક્યાંય પણ નથી જીતી રહ્યા માટે ઇવીએમ તેમના માટે ખરાબ છે

Updated By: May 19, 2018, 08:58 PM IST
કર્ણાટકમાં કોંગ્રેસ JDS ગઠબંધન અવસરવાદી છે: પ્રકાશ જાવડેકર

બેંગ્લુરૂ : કર્ણાટકમાં ભાજપનાં મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા દ્વારા ફ્લોર ટેસ્ટ બહુમત સાબિત નહી કરી શકવાની સ્થિતીમાં પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર હૂમલો કર્યો છે. કર્ણાટકનાં પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન અવસરવાદી છે. તેમણે કહ્યું કે આ ગઠબંધન જનાદેશની વિરુદ્ધ છે અને કર્ણાટકની જનતાનું અપમાન છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે શનિવારે કર્ણાટકનાં મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પા વિધાનસભા ફ્લોર ટેસ્ટમાં પોતાનો બહુમત સાબિત કરવા માટે આવ્યા. જો કે બહુમતી સાબિત નહી કરી શકવાની દશામાં તેમણે પોતાનાં ભાષણમાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ફ્લોર ટેસ્ટમાં યેદિયુરપ્પા ફેલ થયા તેને કોંગ્રેસે લોકશાહીની જીત ગણાવી અને ભાજપ તથા વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું હતું. 

કર્ણાટકની રાજનીતિ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપનાં વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસે રાજ્યપાલ પર આંગળી ઉઠાવી છે જ્યારે રાજ્યપાલ એક સંવૈધાનિક સંસ્થા છે, તેમનાં ક્રિયાકલાપની શંકા પણ લગાવી શકાય નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને કોઇ પણ સંવૈધાનિક સંસ્થા પર વિશ્વાસ નથી. તેની પહેલા કોંગ્રેસે સેના પર સવાલો ઉઠાવ્યા હતા. ો