Congress માં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક વર્ષ માટે ટળી, પાર્ટીએ જાહેર કર્યું ઇલેક્શન શિડ્યૂલ

કોંગ્રેસ (Congress) માં અધ્યક્ષ પદની ચૂંટણી એક વર્ષ માટે ટળી ગઇ છે. હવે કાયમી અધ્યક્ષ પર નિર્ણય આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. આ નિર્ણય શનિવારે આયોજિત થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં થયો. 

Congress માં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક વર્ષ માટે ટળી, પાર્ટીએ જાહેર કર્યું ઇલેક્શન શિડ્યૂલ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) માં અધ્યક્ષ પદની ચૂંટણી એક વર્ષ માટે ટળી ગઇ છે. હવે કાયમી અધ્યક્ષ પર નિર્ણય આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. આ નિર્ણય શનિવારે આયોજિત થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં થયો. 

1 નવેમ્બરથી ચાલશે સદસ્યતા અભિયાન
બેઠક બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને પાર્ટી મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંગઠનાત્મક ચૂંટણીનો કાર્યક્રમ સાર્વજનિક કર્યો. વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટી 1 નવેમ્બરથી દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવશે. આ અભિયાન આગામી 31 માર્ચ સુધી ચાલશે. 

ત્યારબાદ 15 એપ્રિલ સુધી તમામ સભ્યો અને ચૂંટણીના દાવેદારોની યાદી જિલ્લા કોંગ્રેસ (Congress) કમિટીઓ તરફથી પ્રકાશિત કરવામાં આવશે. પછી 16 એપ્રિલથી 31 મે વચ્ચે બ્લોક કોંગ્રેસ કમિટીઓ અને બૂથ સમિતિઓના અધ્યક્ષોની ચૂંટણી યોજાશે. ત્યારબાદ 1 જૂનથી 20 જુલાઇ દરમિયાન જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો અને કાર્યકારી સમિતિની ચૂંટણી કરાવવામાં આવશે. 

આગામી વર્ષે ઓગસ્ટમાં પ્રદેશ કમિટીઓની ચૂંટણી 
જિલ્લા બાદ 31 જુલાઇથી 20 ઓગસ્ટ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ કમિટીઓના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, કોષાધ્યક્ષો અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સભ્યોની ચૂંટણી સંપન્ન થશે. પ્રદેશ બાદ 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે કોંગ્રેસ કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થશે. 

બેઠકમાં સામેલ પાર્ટીના ઘણા નેતાઓએ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે ફરી એકવાર કમાન સંભાળવાનો આગ્રહ કર્યો. તેમના આ અનુરોધ પર રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિશે વિચાર કરશે. તો બીજી તરફ અધ્યક્ષ સોનિયા ગાંધીએ G23 ના નેતાઓને નિશાન પર લેતાં કહ્યું કે તે જ પાર્ટીની કાયમી અધ્યક્ષ છે અને તેમની સાથે વાત કરવા માટે મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news