બીજેપી અને ચૂંટણીપંચે તો આમ આદમી પાર્ટીની મદદ કરી છેઃ અજય માકન

અજય માકને કહ્યું કે જો ચૂંટણીપંચે ધારાસભ્યનું સભ્ય પદ્દ રદ કરવાનો નિર્ણય 22 ડિસેમ્બર 2017 પહેલા લીધો હોત તો આમાંથી ઘણા ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કરી શક્યા હોત. 

 

 બીજેપી અને ચૂંટણીપંચે તો આમ આદમી પાર્ટીની મદદ કરી છેઃ અજય માકન

 

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્યપદ્દ રદ થતા દિલ્હીના રાજકારણમાં ગરમી આવી ગઈ છે. કોંગ્રેસે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચૂંટણીપંચ અને બીજેપીએ આપ પાર્ટીને 3 સપ્તાહનો સમય આપીને તેની મદદ કરી છે. અજય માકને કહ્યું કે જો ચૂંટણીપંચ આ ધારાસભ્યોનું સભ્ય પદ રદ્દ કરવાનો નિર્ણય 22 ડિસેમ્બર 2017 પહેલા લીધો હોત તો તેમાંથી ઘણા ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન પણ ન કરી શકત. માકને કહ્યું કે કેજરીવાલે દિલ્હીવાસીઓની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આ ઘટનાને આપ સરકારના ભ્રષ્ટાચારનો નમુનો ગણાવ્યો છે.  

AAP has been helped by BJP & EC by delaying the decision for over 3 weeks. If decision would have come before 22nd Dec, these 20 MLAs would've been disqualified & couldn't have voted for RS elections: Ajay Maken, Congress on disqualification of 20 AAP MLAs by EC #OfficeOfProfit pic.twitter.com/pl9emUpXSW

— ANI (@ANI) 21 January 2018

 

 

રાષ્ટ્રપતિએ ઈસીના લીસ્ટને આપી મંજુરી 
લાભના પદ મામલામાં રવિવારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થવાનું નોટિફિકેશન જારી કરી દીધું છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે આપના 21 ધારાસભ્યોએ 13 માર્ચ 2015 થી 8 સપ્ટેબર 2016 સુધી લાભનું પદ રાખ્યું હતું. આપ પાર્ટીએ પોતાના 21 ધારાસભ્યોને વિભિન્ન મંત્રાલયોમાં સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. આ 21માંથી એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. તેથી ચૂંટણીપંચનો નિર્ણય 20 ધારાસભ્યો પર લાગુ પડે છે.  

 

આપના અયોગ્ય જાહેર થયેલા ધારાસભ્યોના નામ નીચે પ્રમાણે છે. 

- શરદ કુમાર (નરેલા વિધાનસભા)
- સોમદત્ત (સદર બજાર)
- આદર્શ શાસ્ત્રી (દ્વારકા)
- અવતાર સિંહ (કાલકાજી)
- નિતિન ત્યાગી (લક્ષ્મી)
- અનિલ કુમાર વાજપેયી (ગાંધી નગર)
- મદન લાલ (કસ્તુરબા નગર)
-વિજેન્દ્ર ગર્ગ વિજય (રાજેન્દ્ર નગર)
- શિવચરણ ગોયલ (મોતી નગર)
- સંજીવ ઝા (બુરાડી)
- કૈલાશ ગહલોત ( નજફગઢ)
- સરિતા સિંહ (રોહતાશ નગર)
- અલકા લાંબા (ચાંદની ચોક)
- નરેશ યાદવ (મહરોલી)
-મનોજ કુમાર (કૌંડલી)
- રાજેશ ગુપ્તા (વજીરપુર)
- રાજેશ રૂષી (જનકપુરી)
- સુખબીર સિંહ દલાલ (મુંડકા)
- જરનૈલ સિંહ ( તિલકનગર)
- પ્રવીણ કુમાર (જંગપુરા )

શું છે મામલો?
AAPની દિલ્હી સરકારે માર્ચ, 2015માં 21 ધારાસભ્યોની સંસદીય સચિવના પદ પર નિયુક્તિ કરી હતી. આને ઓફિસ ઓફ પ્રોફિટ ગણાવીને પ્રશાંત પટેલ નામના વકીલે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી તેમજ આ તમામ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની ડિમાન્ડ કરી હતી. જોકે ધારાસભ્ય જનરૈલ સિંહે ગયા વર્ષે વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દેતા આ મામલામાં ફસાયેલા ધારાસભ્યોની સંખ્યા 20 થઈ ગઈ છે. 

કેન્દ્રએ કર્યો હતો વિરોધ
કેન્દ્ર સરકારે ધારાસભ્યોને સંસદીય સભ્ય બનાવવાના નિર્ણયનો વિરોધ કરીને દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દિલ્હીમાં એક જ સંસદીય સચિવ હોઈ શકે છે જે મુખ્યમંત્રી પાસે હશે. આ ધારાસભ્યોને પદ આપવાની કોઈ બંધારણીય જોગવાઈ નથી. બંધારણની  કલમ 102(1)(A) અને 191(1)(A) પ્રમાણે સંસદ કે વિધાનસભાનો કોઈ સભ્ય જો લાભ આપતા બીજા કોઈ પદ હોય તો એનું સભ્યપદ રદ થઈ શકે છે. આ ઓફિસ ઓફ પ્રોફિટ કેન્દ્ર કે રાજ્યની કોઈપણ સરકાર પર લાગુ પડી શકે છે.

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news