કોંગ્રેસમાં મહાભારતઃ અમારો ઇરાદો કોંગ્રેસને સક્રિય અને મજબૂત બનાવવાનો છેઃ ગુલામ નબી આઝાદ


કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સોમવારે યોજાઇ હતી. તેમાં નેતૃત્વ પરિવર્તનની માગને લઈને માહોલ તણાવપૂર્ણ રહ્યો હતો.
 

કોંગ્રેસમાં મહાભારતઃ અમારો ઇરાદો કોંગ્રેસને સક્રિય અને મજબૂત બનાવવાનો છેઃ ગુલામ નબી આઝાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને સોનિયા ગાંધીને પત્ર લખનાર 23 નેતાઓમાંથી એક ગુલામ નબી આઝાદે ગુરૂવારે પોતાની વાત સામે રાખી હતી. તેમણે કહ્યું કે, અમારો ઈરોદો કોંગ્રેસને સક્રિય અને મજબૂત બનાવવાનો છે. પરંતુ જે લોકોને માત્ર 'અપોઈન્ટમેન્ટ કાર્ડ' મળ્યા, તે અમારા પ્રસ્તાવનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોને કોઈ નુકસાન નથી, કારણ કે પાર્ટીમાં તેનો સ્થાયી કાર્યકાળ હોય છે. 

તેમણે કહ્યું કે, જે કોઈ પણને કોંગ્રેસના આંતરિક કામકાજમાં સાચી રૂચિ છે, તે અમારા પ્રસ્તાવને દરેક રાજ્ય અને જિલ્લા અધ્યક્ષના રૂપમાં ચૂંટવાનું સ્વાગત કરશે. અમારૂ માનવું છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણી થવી જોઈએ. 

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સોમવારે યોજાઇ હતી. તેમાં નેતૃત્વ પરિવર્તનની માગને લઈને માહોલ તણાવપૂર્ણ રહ્યો હતો. બેઠક શરૂ થવા જ અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નેતૃત્વમાં પરિવર્તન સંબંધી 23 વરિષ્ઠ નેતાઓના પત્રનો હવાલો આપતા પદ છોડવાની રજૂઆત કરી હતી. બેઠકમાં પત્ર લખનાર નેતાઓ પર ભાજપ સાથે મિલીભગતનો મુદ્દો હાવી રહ્યો હતો. તેવું કહેવામાં આવ્યું કે, આ આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો હતો. રાહુલે પત્ર લખવાના સમય પર સવાલ ઉઠાવ્યા હતા. પત્ર પર સહી કરનારા નેતાઓમાં સામેલ ગુલામ નબી આઝાદે આરોપ સાબિત થવા પર નિવૃતી લેવાની વાત કરી હતી. કપિલ સિબ્બલ પણ નારાજ થઈ ગયા હતા. 

સરકારી વિભાગોની જેમ ચલાવવામાં આવતા હતા હથિયારોના કારખાના, હવે તૂટી રહ્યાં છે બંધનોઃ પીએમ મોદી  

સોનિયા ગાંધીએ આઝાદ સાથે કરી હતી વાત
બીજીતરફ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ હેઠળ સીડબ્લ્યૂસીની બેઠક બાદ ઘણા અસંતુષ્ટ નેતાઓ સાથે વાત કરી હતી. સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું કે, સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે ફોન પર વાત કરી હતી. વિશ્વાસ અપાવ્યો કે તેમની ચિંતાઓ પર વિચાર કરવામાં આવશે. 

કપિલ સિબલ્લ પણ ઉઠાવી રહ્યા છે સવાલ
કપિલ સિબ્બલ સતત ટ્વીટ કરીને પોતાની વાત રાખી રહ્યાં છે. બુધવારે તેમણે કહ્યું, 'સિદ્ધાંતો માટે લડતા સમયે... જીવનમાં... રાજનીતિમાં... કોર્ટમાં... સામાજીક કાર્યકર્તાઓ વચ્ચે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર.. વિપક્ષ તો મળી જાય છે, પરંતુ સમર્થન માટે વ્યવસ્થા કરવી પડે છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news