ડેટા લીકઃ કોંગ્રેસે કહ્યું - અમે ક્યારેય નથી લીધી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને તેની સહયોગી જનતા દળ (યૂનાઇટેડ)એ વર્ષ 2010માં કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા લીધી હતી. 

 ડેટા લીકઃ કોંગ્રેસે કહ્યું - અમે ક્યારેય નથી લીધી કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ

નવી દિલ્હીઃ કોંગ્રેસે બુધવારે એક રાજનીતિક ડેટા વિશ્લેષક કંપની સાથે સંબંધ હોવાનો ઈન્કાર કર્યો અને ભારતીય જનતા પાર્ટી પર વર્ષ 2010માં આ કંપનીની સેવા લેવાનો આરોપ લગાવ્યો. રાજનીતિક ડેટા વિશ્લેષક કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે કથિત રૂપે ડેટા ચોરી કરવાનો આરોપ છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, કોંગ્રેસ અને તેના અધ્યક્ષે ક્યારેય કેમ્બ્રિજ એનાલિટિકાની સેવા લીધી નથી. 

કોંગ્રેસે ભાજપના આરોપ ફગાવ્યા
આ પહેલા કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે 2019 ચૂંટણી અભિયાન માટે આ કંપનીની મદદ લઈને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજુતી કરી છે. સુરજેવાલાએ કહ્યું, આ એક ખોટો એજન્ડા છે અને કાયદા પ્રધાન ખોટા પુરાવાઓને આધારે સફેજ જૂઠ ફેલાવી રહ્યાં છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે, બીજેપી અને તેની સહયોગી જેડી (યૂ)એ વર્ષ 2010માં કેમ્બ્રિજ એનાલિટિકાની સેવાઓ લીધી હતી. 

ભાજપને કેમ્બ્રિજ એનાલિટિકાનો ખૂબ અનુભવ છે
સુરજેવાલાએ કહ્યું, મને લાગે છે કે ભાજપ અને રવિશંકર પ્રસાદને કેમ્બ્રિજ એનાલિટિકાનો ખૂબ અનુભવ છે, જેના વિશે તે કઈ રહ્યાં છે કંપની ડેટા ચોરી સાથે સંડોવાયેલી છે. તેણે કંપનીની વેબસાઇટનો હવાલો આપતા કહ્યું કે, તેનો ઉપયોગ વર્ષ 2010માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પૂરી પ્રક્રિયા માટે કરવામાં આવ્યો હતો. કોંગ્રસ નેતાએ કહ્યું, જો કંપનીએ ચોરી કરી છે તો, કેમ ભાજપ અને જેડી (યૂ)એ તેની સેવા લીધી. પોતાનું જૂઠના પૂલમાં તે સત્ય બોલવાનું ભૂલી ગયા. તેણે ખોટા સમાચારો દ્વારા લોકોનું ધ્યાન જરૂરી મુદ્દાઓ પરથી ભટકાવવાનો આરોપ લગાવ્યો. 

સુરજેવાલાએ કહ્યું, ભાજપે ખોટા સમાચારોની ફેક્ટ્રીએ લોકોનું ધ્યાન ભટકાવવા માટે આજે ફરી એક ખોટા સમાચારનું ઉત્પાદન કર્યું છે. જ્યારે દેશ ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીયો વિશે પૂછે છે તો તે લોકો દલિત તથા આદિવાસીના મુદ્દાથી ભટકાવવા, રાહુલજીના કર્ણટકના પ્રવાસથી ધ્યાન ભટકાવવા, વધુ એક જુઠ્ઠાણા સાથે સામે આવી ગયા. ભાજપે આરોપ લગાવ્યો કે આ કંપની ડેટા ચોરીમાં સંડોવાયેલી છે અને ચેતવણી આપી કે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયત્નોને સાંખી લેવામાં આવશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news